સામાન્ય રીતે ૫૦ વર્ષ પછી ઘુંટણમાં દુ:ખાવાની શરૂઆત થાય એટલે દરેક લોકોનાં મનમાં એ જ ડર આવે કે ઘુંટણની ગાદી ઘસાઈ તો નથી ને/ ઘુંટણમાં અવાજ આવે એટલે ફરીથી એ જ બાબત મૂંઝવ્યા કરતી હોય છે કે ઘુંટણમાં ઘસારો પડ્યો લાગે છે અથવા બે હાડકાં વચ્ચે જગ્યા ઓછી થઈ ગઈ હશે. પરંતુ જ્યારે પણ ઘુંટણના દુ:ખાવાની શરૂઆત થાય એટલે ગભરાવાની જરૂર નથી. સૌથી પહેલાં એ મહત્વનું કે કોઈપણ રોગમાં શું શારીરિક ફેરફાર થતા હોય એ જાણવા જરૂરી હોય છે/ તથા એ થવાનું મુખ્ય કારણ શું હોય છે એ સારી રીતે જાણી અને તેને દૂર કરવામાં આવેતો પણ ઘુંટણના દુ:ખાવાનાં રોગથી મુક્તિ મેળવી શકાય છે.
ઓટીક્યુલર કાર્ટીલેઝ (ગાદી) એ ઘુંટણનાં મુખ્ય હાડકાં ફીમર અને ટીબીયાની નીચે આવેલું ખૂબ જ પાતળું લેયર છે. જેની જાડાઈ આશરે 0.73MM જેટલી હોય છે. તેનું મુખ્ય કામ ઘુંટણના સાંધાની મુવમેન્ટ (પગ વાળવા-સીધા કરવાની) ક્રિયામાં સરળતા અને શોક એબ્ઝોર્વેશન (વજન લેવાની) કરવાનું હોય છે. તેનું મુખ્ય કામ સાંધા પર આવતું ભારણ ઓછું કરવાનું પણ હોય છે. સામાન્ય રીતે એટલે જ અગાઉ જણાવાયું હતું એમ ઘુંટણની ગાદીમાં ઘસારો પડવો એ તદ્દન નોર્મલ અને નેચરલ (કુદરતી પ્રક્રિયા) માનવામાં આવે છે. તેથી જ જ્યારે શરૂઆતમાં ગાદી ઘસાવાની શરૂઆત થાય. ત્યારે કોઈ પ્રકારનો દુ:ખાવો થતો નથી, કારણ કે તેને નર્વ કે લોહીનો સપ્લાય હોતો નથી. તેથી જ ગાદી ક્યારેય નવી બનતી નથી.
સામાન્ય રીતે ગાદીના ઘસારાને મેડિકલમાં ચાર પ્રકારના તબક્કામાં વહેચવામાં આવ્યા છે. સામાન્ય રીતે ગ્રેડ-૧ ગાદી ઘસાય ત્યારે તેમાં માત્ર સામાન્ય સોફટ સ્પોટ(ભાગ) બને છે. જ્યારે ગ્રેડ-૨માં ગાદીમાં સામાન્ય ઈજા (ટીયર) જોવા મળતું હોય છે. જ્યારે ગ્રેડ-૩માં આ ઈજા ઊંડાણ સુધી હોય છે. ગ્રેડ-૪માં ગાદી સંપૂર્ણ પણે ખલાસ થઈ જતી હોય છે અને હાડકાંનો તે ભાગ ગાદી વગરનો થઈ જતો હોય છે. ગ્રેડ-૪ જો ઈજા કોર્ટીલેઝ (ગાદી)માં હોય તો બધા જ લેયર(ભાગ) ઘસાઈ જતા હોય છે અને તેને (ફૂલ-થિકનેસ લીઝન કહેવામાં આવે છે અને ગાદીનો આ ભાગ છૂટો પડી જઈને સાંધાની વચ્ચે આવી જતો હોય છે. આ ભાગને લુઝ બોડી કહેવાય છે.
સૌથી મહત્વની બાબત એ છે કે ઘુંટણનાં કોર્ટીલેઝ (ગાદી)ને કોઈપણ પ્રકારનો લોહીનો સપ્લાય હોતો નથી. સામાન્ય રીતે જ્યાં લોહીનું પરિભ્રમણ હોય એ ભાગમાં ઈજા થાયતો એ નવો બને, પરંતુ ગાદીમાં આ ન હોવાથી ક્યારેય પણ ઘુંટણની ગાદી નવી બનતી નથી. એ પણ જરૂરી છે કે આર્ટીક્યુલર કાર્ટીલેઝ (ગાદી) ઘસાય એટલે દુ:ખાવો થાય એ બાબત જરૂરી હોતી નથી.
જેમને પણ ઘુંટણના દુ:ખાવા હોય એટલે એવું સમજે કે ડોકટર પાસે જઇએ તથા X-Ray પડાવીએ એટલે ગાદી ઘસાઈ છે કે નહીં તેવું જાણવા મળશે. પરંતુ જ્યારે પણ ઘુંટણનો X-Ray પડાવવામાં આવે ત્યારે X-Rayની અંદર માત્ર અને માત્ર ઘુંટણનાં હાડકાં એટલે કે ફીમર, ટીબીયા પહેલાં જ દેખાય છે. X-Rayમાં ઘુંટણનાં હાડકાની સાચી સ્થિતિ જ જાણી શકાય છે. ઘુંટણની ગાદી ઘસાઈ ગઈ છે કેટલી ઘસાઈ છે તેનું કોઈપણ માર્ગદર્શન X-Ray પરથી મળી શકતું નથી. અત્યારના સમયમાં ઘુંટણની સર્જરી એક એવો વિકલ્પ બની ગયો છે, જેમાં માત્ર X-Ray પરથી જ સર્જરીનો નિર્ણય લેવામાં આવે છે. MRI પણ ઘુંટણનો કાર્ટીલેઝ (ગાદી) ઘસાઈ છે એવું બતાવી શકે છે પરંતુ કેટલી ઘસાઈ છે/ તથા કેટલી ઘસાવાની બાકી છે/ તેનો ચોક્કસ પ્રમાણમાં જવાબ આવી શકતું નથી. એટલે જ મેડિકલ ક્ષેત્રમાં એવું માનવામાં આવે છે કે માત્ર X-Rayનાં રિપોર્ટ જોઈને સર્જરી કરવી તે યોગ્ય નથી. સામાન્ય રીતે X-Rayના રીપોર્ટ તથા દર્દીની તકલીફ તથા તેની ક્લિનિલ કંડીશન ચેક કરી ને જો સર્જરી કરવાના આવે તો વધારે ફાયદો થાય અને સર્જરી એ ક્યારેય પ્રથમ વિકલ્પ બનતો નથી. જો કોઈ પણ દર્દીને ઘુંટણમાં અસહ્ય દુ:ખાવો હોય તો પણ સૌથી પહેલાં કન્ઝર્વેટિવ એટલે કે સર્જરી વગર દુ:ખાવો મટાડવામાં આવે તેવા પ્રયત્ન કરવા અને ઘુંટણમાં દુ:ખાવા માટે જરૂરી પરિબળો પર ધ્યાન આવી જો સારવાર કરવામાં આવે તો ચોક્કસ પ્રમાણે ઘણાં બધાં ઘુંટણનાં દર્દથી પીડાતાં લોકોને ઓપરેશન વગર જ ફાયદો કરી શકાય છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો
ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com