વાની બિમારી થી જે દદીઁઓના સાંધા સંપુણઁ નાશ પામ્યા છે તથા તેમને પોતાનુ રોજીંદુ કામકાજ કરવામાં ખુબ જ તકલીફ પડે છે તેવા દદીઁઓને ઓપરેશન ની જરૂર પડે છે. એકજ સાંધામા ખુબજ સોજો ધરાવતા દદીઁઓમા આર્થરોસ્કોપી [ દુરબીન દ્વારા થતુ ઓપરેશન ] કરી શકાય. જે સાંધા સંપુણઁપણે ખરાબ થઇ ગયા છે તેને બદલાવવાના ઓપરેશન કરી શકાય. સામાન્ય રીતે ગોઠણ, થાપા, ખભા તથા કોણીના સાંધા બદલવામાં આવે છે. મણકા ઉપર વાની અસર ધરાવતા દદીઁઓમા જ્યારે નસ અથવા કરોડરજજુ ઉપર દબાણ આવે ત્યારે મણકાનું ઓપરેશન કરી શકાય. હાથની આંગળીઓ તથા પગના ટેરવાને સીધા કરવાના ઓપરેશન નિષ્ણાત ડોક્ટરો કરી શકે. સ્ત્રોત : ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)