સોરીયાસીસ નામનો ચામડી નો રોગ ધરાવતા દદીઁઓમાં આ પ્રકારનો સાંધાનો વા થાય છે. વારંવાર પૂછાતાં પ્રશ્નો સોરીયાટીક આર્થરાઇટીસ કોને થઇ શકે છે? સોરીયાસીસ નામનો ચામડીનો રોગ ધરાવતા દદીઁઓમાં આ રોગ થાય છે. આ રોગ સ્ત્રી અને પુરુષોમાં સમાન રીતે કોઇ પણ ઉમરે થઇ શકે છે. સોરીયાટીક આર્થરાઇટીસમાં કઇ તપાસ કરવામાં આવે છે? નિદાન થયા બાદ દવા શરૂ કરતા પહેલા લોહીના કણો, લિવર, કિડની ની લોહી દ્વારા તપાસ જરૂર પ્રમાણે કરવામાં આવે છે.અસર પામેલા સાંધાના એક્સરે જરૂર પ્રમાણે કરી શકાય. સોરીયાટીક આર્થરાઇટીસ થવાનુ કારણ શું છે? શરીર ની રોગપ્રતીકારક શક્તિ [Immune System] ખામીયુક્ત હોવાના કારણે સોરીયાસીસ અને સોરીયાટીક આર્થરાઇટીસ થાય છે. સોરીયાટીક આર્થરાઇટીસ નું નિદાન કઇ રીતે કરવામાં આવે છે? સોરીયાટીક આર્થરાઇટીસનું નિદાન બીજા સાંધાના વા નથી તેની ખાત્રી કર્યા બાદ લાક્ષણીક ચિન્હો ધરાવતા દદીઁઓમાં નિષ્નાત ડૉક્તર દ્વારા કરવામાં આવે છે. નિદાન કરવા માટે લોહીની કોઇ તપાસ જરુરી નથી. સોરીયાટીક આર્થરાઇટીસ ની સારવારમાં કઇ દવાઓ વપરાય છે? સોરીયાટીક આર્થરાઇટીસ ની સારવાર મા બે પ્રકાર ની દવાઓ વપરાય છે. સાંધાના દુખાવા તથા સોજા ઉતારવા માટે ની દવાઓ. NSAIDS ( DICLOFENAC, NAPROXEN, ETORICOXIB,ACECLOFENAC ) વગેરે દવાઓ સાંધનો સોજો ઉતારવામાં મદદ રૂપ થાય છે અને દુઃખાવામા રાહત થાય છે, આ દવાઓ દદીઁની ઉમર, વજન વગેરે ધ્યાનમાં રાખીને લખવામાં આવે છે. STEROID પ્રેડનીસોલોન પ્રકાર ની દવાઓ બીમારીની ખુબ જ તીવ્રતા ધરાવતા દદીઓમાં ઓછામાં ઓછી માત્રામાં ટૂંક સમય માટે વાપરવામાં આવે છે. બીમારીને કાબુમાં લાવતી દવાઓ: DMARDS :- મિથોટ્રેક્સેટ, લેફ્લુનોમાઇડ, સલ્ફાસેલેઝીન પ્રકાર ની દવાઓ બીમારીને કાબુમાં લાવે છે અને શરીરમા થતુ નુક્શાન અટકાવે છે. BIOLOGICS :- Etanercept, Infliximab પ્રકારની દવાઓ શરીરની રોગ પ્રતીકારક શક્તીની ખામીઓને કાબુમાં લાવી અને બિમારીથી શરીરને થતું નુકસાન અટકાવે છે. શું સોરીયાટીક આર્થરાઇટીસ મટી શકે છે? સોરીયાટીક આર્થરાઇટીસ મટવાની શક્યતા બીમારીની તિવ્રતા ઉપર આધાર રાખે છે, હળવી બીમારી કાબુમાં આવ્યા પછી દવા વગર પણ સારી રહી શકે છે. ખુબ જ તિવ્રતા ધરાવતી બીમારી દવા વગર સારી રહી શક્તી નથી. શું ખોરાક સાથે આ બીમારી ને કોઇ સંબંધ છે? ના. ખોરાક સાથે આ બીમારીને કોઇ સંબંધ નથી. સ્ત્રોત : ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)