ઓસ્ટીઑપૉરોસીસ એક હાડકાનીં બીમારી છે. આ બીમારીમાં હાડકાની ઘનતા ઓછી થાય છે. મોટી ઉમરે થતી આ બીમારીમાં ઘણીવાર કોઇજ ચિન્હ હોતા નથી. નાની ઠોકર વાગવાથી થતા ફ્રેક્ચર ઓસ્ટીઑપૉરોસીસનું સૌથી મહત્વ નું લક્ષણ છે. અમુક દદીઁમાં આખા શરીરમાં દુઃખાવો થાય છે. વારંવાર પૂછાતાં પ્રશ્નો ઓસ્ટીઑપૉરોસીસ કોને થઇ શકે છે? ઓસ્ટીઑપૉરોસીસ સામાન્ય રીતે સ્ત્રીઓમાં૬૫ વષઁ અને પુરુષોમાં ૭૫ વષઁની ઉમર પછી જોવા મળે છે. ઓસ્ટીઑપૉરોસીસનું નિદાન કઇ રીતે કરવામાં આવે છે? ઓસ્ટીઑપૉરોસીસનું સચોટ નિદાન BMD DEXA (ડેક્સા) પધ્ધતિના મશીન દ્વારા કરવામાં આવે છે. આ મશીન દ્વારા કમર, થાપા અને કાંડાના હાડકા ની ઘનતા માપવામાં આવે છે. QCT (સીટી સ્કેન), સોનોગ્રાફી ઓસ્ટીઑપૉરોસીસનાં નિદાન માટેની બીજી પધ્ધતીઓ છે. સોનોગ્રાફી દ્વારા કરવામાં આવેલા નિદાનને BMD DEXA દ્વારા પુરવાર કરવું જરૂરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નક્કી કરાયેલા માપદંડ થી ઓસ્ટીઑપૉરોસીસનું સચોટ નિદાન કરવામાં આવે છે. ઓસ્ટીઑપૉરોસીસ માટે કઇ લોહીની તપાસ જરૂરી છે? ઓસ્ટીઑપૉરોસીસના નિદાન માટે લોહીની કોઇ તપાસ જરૂરી નથી. કેલ્સીયમ, વિટામીન ડી, થાયરોઇડ, પેરાથાયરોઇડ હોર્મોનની તપાસ જરૂર પ્રમાણે કરી શકાય છે. નાની ઉમરે થયેલા ઓસ્ટીઑપૉરોસીસ માટે તબક્કાવાર વિવિધ બીમારીઓની તપાસ કરવામાં આવે છે. ઓસ્ટીઑપૉરોસીસમાં કઇ દવાઓ વાપરવામાં આવે છે? ઓસ્ટીઑપૉરોસીસની સારવારના પહેલા તબક્કામાં બીસફોસ્ફોનેટ ( એલીનડ્રોનેટ, રીસેડ્રોનેટ, ઇબાનડ્રોનેટ) વાપરવામાં આવે છે. આ દવાઓ ગોળી સ્વરૂપે મળે છે. આ દવાઓને ભુખ્યાપેટે દર અઠવાડીયે અથવા દર એક મહીને લેવાની હોય છે. ગોળી લીધા પછી મોટો ગ્લાસપાણી પીવુંજરૂરી છે. ત્યાર પછી ૩૦/૬૦ મીનીટ સુધી ચા, દુધ, કોફી, નાસ્તો લેવો નહીતથા સુવું નહીં. જે દદીઁ ૩૦/૬૦ મીનીટ સુધી બેસી શક્તા નથી તેમને ઝૉલેનડ્રોનીક એસીડનું ઇન્જેક્શન દર વષૅઁ આપી શકાય છે. જે દદીઁ ઓને આ દવાઓથી ફાયદો થતો નથી અથવા આ દવાઓથી આડઅસર થાય છે તેમને બીજા પ્રકારની દવા ટેરીપેરાઇડ આપવામાં આવે છે. આ દવા ઇન્જેક્શન તરીકે દરરોજ લેવી પડે છે. સ્ત્રીઓમાં ૫૦-૬૫ વષઁની ઉમરે થયેલા ઓસ્ટીઑપૉરોસીસમાં રાલોક્સીફેન વાપરી શકાય છે. ઓસ્ટીઑપૉરોસીસના દુ:ખાવામા રાહત માટે કેલ્સીટોનીન ટુંકા ગાળા માટે વાપરી શકાય છે. આ દવા સ્પ્રે તથા ઇન્જેક્સન સ્વરૂપે મળે છે. ઓસ્ટીઑપૉરોસીસનાં દદી ઓએ શું કાળજી લેવી જોઇએ? ઓસ્ટીઑપૉરોસીસનાં દદી ઓએ પુરતા પ્રમાણમાં દુધ, દહીં, છાસ લેવા જોઇએ. ઘર તથા બાથરૂમમાં લપસીને પડી ન જવાય તે માટે ફેરફાર કરવા જોઇએ. હાથમાં કણ લાકડી રાખવી જોઇએ. શરીરના સ્નાયુને મજબુત રાખવાની હળવી કસરતો નિયમીત કરવી જોઇએ. ઓસ્ટીઑપૉરોસીસનાં દદી ઓએ દવા કેટલો સમય લેવી પડે છે? ઓસ્ટીઑપૉરોસીસની દવાઓ ની અસર મહીનાઓ પછી શરૂ થાય છે. આ દવાઓ વષોઁ સુધી ચાલુ રાખવામા આવે છે. આ દવાઓ ની આડઅસર ન થાય તે માટે નિયમ અનુસાર કાળજી રાખવામા આવે છે. સ્ત્રોત : ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)