સાંધાના વાની દવાઓની આડઅસર મોટા ભાગના [ ૯૦ % ] દદીઁ ઓને થતી નથી. દદીઁ ઓની ઉમર, વજન, બિમારીનો પ્રકાર તથા તીવ્રતાનું ધ્યાન રાખી ને જ દવાઓ લખવામાં આવે છે. ઓછામાં ઓછી દવાથી સારવાર થાય તેની કાળજી રાખવામાં આવે છે. દદીઁને થતા દરેક ચિન્હો દવાની આડઅસરથી થવા જરૂરી નથી. દવાની આડઅસરની શંકા જણાય તો દવા તુરંત બંધ કરી આપના ફેમેલી ડોક્ટર પાસે સારવાર લેવી. ત્યાર બાદ આપના રૂમેટોલોજીસ્ટનો સંપકઁ કરવો. સ્ત્રોત : ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)