આ દવા એસ એલ ઈ, પોલીમાયોસાઈટીસ, વાસ્ક્યુલાઈટીસ વગેરે ગંભી૨ રોગોમાં શરીર ના મહત્વના અંગો ઉપર અસર જણાય ત્યારે વપરાય છે. આ દવા શરીરની રોગ પ્રતીકારક શક્તિની ખામીઓને સુધારી બિમારીને કાબુમાં લાવે છે અને શરીરના અંગોને નુક્સાન થતું અટકાવે છે. આ દવા સામાન્ય રીતે ઇન્જેક્શન સ્વરૂપે આપવામાં આવે છે. આ દવા શરૂ ક૨તા પહેલા તથા પછી નિયમ અનુસાર સમયાંતરે ૨ક્તકણો, પેશાબની તપાસ ક૨વામાં આવે છે. આ દવાની પુરી અસ૨ આવતા ૬ મહીનાનો સમય લાગી શકે છે. નીચે મુજબના ચિન્હો જણાય તો દવા બંધ કરી આપના ડોકટ૨નો સંપર્ક ક૨વો. ઝીણો તાવ, ગળામાં દુ:ખવું શરીર ઉપ૨ ઝીણા લાલ દાણા આવવા મોઢામાં ચાંદી પડવી પેશાબમાં લોહી પડવું ખૂબ જ વાળ ખ૨વા શ્ર્વાસમાં તકલીફ થવી અચાનક નબળાઈ, અતિશય થાક લાગવો ઉલ્ટી, ઉબકા થવા, ભુખ ઓછી થઈ જવી ડામ૨ જેવો ચીકણો, પાતળો કાળો ઝાડો થવો. ગર્ભાવસ્થા દ૨મિયાન અને સ્તનપાન કરાવતી માતાને આ દવા આપી શકાતી નથી.