આ દવા શરીરની રોગ પ્રતીકારક સિસ્ટમની ખામીઓને સુધારી બિમારીને કાબુમાં લાવે છે. આ દવા ગોળી સ્વરૂપે આપવામાં આવે છે. આ દવાની માત્રા ધીમે ધીમે વધા૨વામાં આવે છે. આ દવાની પુરી અસર આવતા છ મહીના લાગી શકે છે. આ દવા લેતા દદીઁઓએ નિયમ અનુસાર લોહીના કણો, લીવરની તપાસ સમયાંતરે કરવી જરૂરી છે. આ દવા સગર્ભા સ્ત્રીઓને આપી શકાતી નથી. નીચે મુજબના ચિન્હો જણાય તો દવા બંધ કરી આપના ડોકટ૨નો સંપર્ક ક૨વો. પેટમાં દુખાવો થવો / ઝાડા થવા. શરીરમાં સતત ઝીણો તાવ આવવો, ગળામાં દુખાવો થવો, પગ ઉપર ઝીણા લાલ ટપકાં થવા. સ્ત્રોત : ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)