વા માં વપરાતી આ આધુનીક દવાઓ ઇન્જેક્શન સ્વરૂપે આપવામાં આવે છે. ઇનફ્લીક્સીમેબ, ઇટાનરસેપ્ટ, રીટુક્સીમેબ, ટોસીલીઝુમેબ, અબાટાસેપ્ટ આ પ્રકારની દવાઓ છે. આ દવાઓ શરીરની રોગ પ્રતીકારક સિસ્ટમના સુક્ષ્મ કણોને નિશાન બનાવી બિમારીને કાબુમાં લાવે છે. ગંભીર બિમારી ધરાવતા દદીઁઓ, જેમની બિમારી સામાન્ય દવાઓ થી કાબુમાં આવતી નથી, તેમને જ આ દવાઓ આપવામાં આવે છે. આ દવાઓ આપતા પહેલા નિયમ અનુસાર લોહીના કણો, લીવર, કીડની, ટીબી, કોલેસ્ટેરોલ વગેરે ની તપાસ કરવામાં આવે છે. જો દદીઁ અથવા દદીઁના કુટુંબમાં ટીબી અથવા કેન્સરની બિમારી થઇ હોય તો આપના ડોક્ટરને જાણ કરવી જરૂરી છે. નીચે મુજબના ચિન્હો જણાય તો દવા બંધ કરી આપના ડોકટ૨નો સંપર્ક ક૨વો. શરીરમાં સતત ઝીણો તાવ આવવો, ગળામાં દુખાવો થવો, પગ ઉપર ઝીણા લાલ ટપકાં થવા. એલજીઁ ના ચિન્હો આવવાં.