આ દવાઓ ગાઉટ નામના વા માં વપરાય છે. આ દવાઓ શરીરમા યુરીક એસીડ બનવાની માત્રા ઘટાડી બિમારી ને કાબુમાં લાવે છે અને સાંધાને થતું નુક્સાન અટકાવે છે. આ દવાઓ ગોળી સ્વરૂપે આપવામાં આવે છે. આ દવાઓ નાની માત્રામાં શરૂ કરી ધીમે ધીમે વધા૨વામાં આવે છે. આ દવાની અસ૨ આવતા ૪ અઠવાડીયાનો સમય લાગી શકે છે. આ દવા શરૂ કર્યા બાદ આજીવન લેવી પડે છે. આ દવા શરૂ ક૨તા પહેલા અને ત્યા૨બાદ નિયમ અનુસાર સમયાંતરે ૨ક્તકણો અને લીવ૨ની તપાસ કરવામાં આવે છે. નીચે મુજબના ચિન્હો જણાય તો દવા બંધ કરી આપના ડોકટ૨નો સંપર્ક ક૨વો. શરીર ઉપ૨ ખંજવાળ આવવી, લાલ દાણા થવા, પિત્ત થવું તાવ, ગળામાં સોજો અને દુ:ખાવો સતત રહેવો. ઉલ્ટી, ઉબકા થવા, ભુખ ઓછી થઈ જવી. સ્ત્રોત : ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)