આ દવા એસ એલ ઈ, પોલીમાયોસાઈટીસ, વાસ્ક્યુલાઈટીસ વગેરે ગંભી૨ રોગોમાં વપરાય છે. આ દવા શરીરની રોગ પ્રતીકારક સિસ્ટમની ખામીઓને સુધારી બિમારીને કાબુમાં લાવે છે અને શરીરના અંગોને નુક્સાન થતું અટકાવે છે. આ દવા ગોળી સ્વરૂપે આપવામાં આવે છે. આ દવાની માત્રા ધીમે ધીમે વધા૨વામાં આવે છે. આ દવા શરૂ ક૨તા પહેલા તથા પછી નિયમ અનુસાર સમયાંતરે ૨ક્તકણો, લીવ૨ની તપાસ ક૨વામાં આવે છે આ દવાની પુરી અસ૨ આવતા ૬ મહીનાનો સમય લાગી શકે છે. નીચે મુજબના ચિન્હો જણાય તો દવા બંધ કરી આપના ડોકટ૨નો સંપર્ક ક૨વો. સતત ઝીણો તાવ ૨હેવો. મોઢામા ચાંદી પડવી. શરીર ઉપ૨ ઝીણા લાલ દાણા નીકળવા. પેઢા, પેશાબમાં લોહી પડવું ડામ૨ જેવો ચીકણો, પાતળો ઝાડો થવો. સ્ત્રોત : ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)