નિર્જળીકરણ એટલે શું? નિર્જળીકરણની વ્યાખ્યા “શરીરમાંથી પાણી વધુપડતું ઘટી જવું” એમ કરી શકાય છે. આપણાં શરીરને રોજિંદા ધોરણે કામગીરી બજાવવા માટે ચોક્કસ પ્રમાણમાં પ્રવાહીની જરૂર પડે છે. આ માટે ઓછામાં ઓછુ લગભગ 8 ગ્લાસ જેટલું (એક લિટર) પ્રવાહી જોઇએ. પ્રવૃત્તિ અને ઉંમર સાથે આ જરૂરિયાતમાં વધઘટ થતી રહે છે, પરંતુ મોટાભાગના સક્રિય લોકોને આ મૂળભૂત પ્રમાણના બેથી ત્રણગણાં પ્રમાણની જરૂર પડે છે. પાયાનું પ્રવાહી આપણા શરીરની સામાન્ય કામગીરી હાથ ધરવા માટે જરૂરી એવા પ્રવાહીઓના વિકલ્પે લેવામાં આવે છે. જો આપણે જરૂરિયાત કરતા ઓછા પ્રમાણમાં પ્રવાહી લઇએ કે જરૂરિયાત કરતા વધારે પ્રવાહી ગુમાવીએ તો તેનું પરિણામ નિર્જળીકરણમાં આવે છે. નિર્જળીકરણ શેનાથી થાય છે ? જ્યારે આંતરડામાં “સોજો આવે” અથવા તેને નુકસાન થાય કે પછી જ્યારે જીવાણુઓ કે વિષાણુઓને કારણે આંતરડાની દીવાલ શોષી શકે તેના કરતા વધારે પ્રવાહી પેદા કરે ત્યારે આંત્રમાર્ગ દ્વારા મોટેપાયે પ્રવાહી બહાર નીકળી જાય છે. મુખથી લેવાતા પ્રવાહીમાં ઘટાડો ઉબકા કે ભૂખ મરી જવાથી થઈ શકે. નિર્જળીકરણના લક્ષણો અને ચિહ્નો શું છે ? શરીરમાં પાણી ઘટી ગયું છે તે દર્શાવતો વિશ્વસનીય સંકેત છે બહુ થોડા દિવસોમાં (અથવા ક્યારેક કલાકોમાં) વજનમાં ઝડપી ઘટાડો થાય છે. 10 ટકા કરતા વધારે ઘટાડો તીવ્ર ગણવામાં આવે છે. તેના લક્ષણોને મૂળ માંદગીના લક્ષણો કરતા જુદા તારવવા અઘરા હશે, પરંતુ સામાન્યપણે આ ચિહ્નો પાણીનો ઘટાડો સૂચવે છે: તરસમાં વધારો, સૂકું મોઢું, નબળાઈ કે ચક્કર આવવા (ખાસ કરીને ઉભા રહેતાં વધારે ચક્કર આવવા), મૂત્ર કાળુ પડે અથવા મૂત્રમાં ઘટાડો. પાણીનો તીવ્ર ઘટાડો શરીરના રાસાયણિક બંધારણમાં ફેરફાર, મૂત્રપિંડની નિષ્ફળતા તરફ લઈ જઈ શકે કે જીવલેણ પણ પુરવાર થઈ શકે છે. સ્ત્રોત: Mayo Clinic