શરદીની બહેરાશ શુદ્ધ બાંધાની હીંગ ચોખ્ખા રુમાં મુકી દરરોજ દીવસમાં બે વખત કાનમાં દબાવી દેવાથી થોડા દીવસોમાં કફ-શરદીને લીધે આવેલી બહેરાશ મટે છે. નીચે પ્રમાણે ના ઔષધો આપ ૫-૬ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય. ૧. વ્યોષાદી વટી બે ગોળી બે વાર ૨. ત્રિફળા ગુગળ બે ગોળી બે વાર૩. કફકેતુ રસ ૧ ગોળી બે વાર .૪. સારીવાદી વટી બે ગોળી બે વાર૫. કોફાન્ત સિરપ ૧૫ મિલિ બરાબર હલાવીને ત્રણ વાર૬. સુવર્ણવસંત માલતી ગોળી સવારે મધ સાથે ચાટવી. બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં, દહીં છાશ ટામેટા અને કોક્મ આંબલી બધીજ ખટાશ બંધ કરવી. ગોળ બંધ કરવો. ફ્રિજનું પાણી અને ફ્રિજમાં મુકેલી તમામ વસ્તુઓ ન લેવી. વાસી ખોરાક ન લેવો, મેંદાની વસ્તુઓ અને બેકરીની વસ્તુઓ જેવી કે બ્રેડ બિસ્કીટ પાંઉ બિલકુલ ન લેવા. સવારમાં તુલસીના ૧૦ પાન અને તેના સાથે ૫ નંગ કાળા મરી તેની સાથે મૂકીને ચાવી જવા છાતી ઉપર હળવો શેક કરવો, રાત્રે ઉજાગરા ન કરવા અને દિવસે મોડા સુધી ના સૂવું પાણીમાં કે વરસાદમાં વધારે પલળવું નહિં અને પંખાના ડાયરેક્ટ પવનથી દૂર રહેવું, એ.સી. બિલકુલ વાપરવું નહિં આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો. રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે. ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ