કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે. અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે. દોઢથી બે તોલા આદુંના રસમાં મધ મેળવી ચાટવાથી કફ મટે છે. તુલસીનો રસ ૩ ગ્રામ, આદુનો રસ ૩ ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે. એલચી, સિંધવ, ઘી અને મધ ભેગાં કરીને ચાટવાથી કફ મટે છે. દરરોજ થોડી ખજૂર ખાઈ ઉપર પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે અને ફેફસાં સાફ બને છે. આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ મેળવી જમતાં પહેલાં લેવાથી કફ, શ્વાસ અને ઉધરસ મટે છે. દૂધમાં હળદર, મીઠું અને ગોળ નાખી ગરમ કરી પીવાથી કફ મટે છે. રાત્રે સૂતી વખતે ત્રણચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પાશેર દૂધ પીવાથી શ્વાસ નળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે. સ્ત્રોત: ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉન્ડેશન