કિડની ફેલ્યરનું પ્રમાણ ખુબ ઝડપથી વધી રહ્યું છે. કિડની ફેલ્યરના અંતિમ તબક્કાની સારવારનો ખર્ચ હદયની બાયપાસ સર્જરી કરતા પણ ઘણો વધારે છે. કિડનીના રોગો વિશેની યોગ્ય જાણકારીથી કિડનીના રોગો થતા અટકાવી શકાય છે. વહેલા નિદાન અને યોગ્ય સારવારથી કિડની ફેલ્યરનો પ્રશ્ન વધતો અટકાવી શકાય છે. આ પુસ્તકની વિશિષ્ટતા કિડનીની તકલીફ હોય તેવા દરેક વ્યક્તિએ અચૂક વાંચવા જેવું પુસ્તક કિડની તંદુરસ્ત રાખવા દરેક વ્યક્તિએ શું કરવું જોઈએ તે માટેના સોનેરી સૂચનો કિડનીના રોગના વહેલા નિદાન અને યોગ્ય સારવાર વિશે સરળ ભાષામાં જરૂરી માહિતી. કિડની બગડતી અટકાવવા માટે જરુતી કાળજી વિશેની વિગતવાર ચર્ચા. કિડનીના રોગો વિશેની ગેરસમજ દુર કરતી અવનવી જાણકારી. ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની સારવાર વિશે સચિત્ર માહિતી અને માર્ગદર્શન. કિડનીના દર્દીઓ માટે ખોરાકમાં આયોજન માટે જરૂરી પરેજી અને પસંદગી માટેની વિગતવાર માહિતી આ પુસ્તક વાચો,અમલ કરો અને કિડની બચાવો. સ્ત્રોત: કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન