કિડનીના રોગોના મુખ્ય ચિન્હો

આંખ પર સવારે સોજા આવવા. મો અને પગ પર સોજા આવવા.

ભૂખ ઓછી લાગવી, ઊલટી-ઊબકા થવા.

નાની ઉમરે લોહીનું ઊચું દબાણ હોવું.

નબળાઈ આવવી, જલ્દી થાક લાગવો, લોહીમાં ફિક્કાશ હોવી.

પેશાબ ઓછો આવવો, બળતરા થવી, લોહી કે પરું આવવું.

પેશાબ ઊતરવામાં તકલીફ થવી, પેટમાં દુઃખાવો થવો. જો કોઈ વ્યક્તિને ઉપર મુજબના ચિન્હો હોય તો વહેલાસર ડોકટર પાસે જઈ તપાસ કરાવવી જરૂરી છે.

કિડનીના રોગો અટકાવવાના ઉપાયો

તંદુરસ્ત વ્યક્તિએ રોજ ૩ લિટર (૧૦-૧૨ ગ્લાસ) થી વધુ પાણી પીવું.

૪૦ વર્ષની ઉમર બાદ રૂટીન હેલ્થ ચેકઅપ કરાવવું.

ડોકટરોની સલાહ વગર દવાઓ (ખાસ કરીને પીડાશામક) ન લેવી.

કુટુંબમાં વારસાગત રોગ (ડાયાબીટીસ, લોહીનું દબાણ, પોલીસિસ્ટીક કિડની ડીસીઝ) હોય તો, અન્ય સભ્યોએ વહેલી તપાસ કરાવવી.

ડાયાબીટીસ અને લોહીના દબાણના દર્દીઓએ નિયમિત તપાસ અને સારવાર દ્વારા રોગને યોગ્ય રીતે કાબુમાં રાખવો.

કિડનીના રોગોના ચિન્હો જોવા મળે ત્યારે વહેલાસર ડોકટર દ્વારા તપાસ કરાવવી. નિદાન બાદ નિયમિત દવા લેવી.

પથરી, પેશાબનો ચપ, મોટી ઉમરે પુરુષોમાં બી.પી.એચ. ની તકલીગ વગેરે માટે યોગ્ય તપાસ તથા સમયસર સારવાર લેવી.

સ્ત્રોત:કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન