આ રોગ એલોપેથીક આર્યુવેદિક, હોમિયોપેથીક વગેરે કોઈ સારવારથી મટી શકતો નથી. કિડનીફેલ્યરના દર્દીઓમાં કિડની વધુ બગડતી અટકાવવા જેટલી વહેલી, નિયમિત અને યોગ્ય સારવાર, તેટલો વધુ ફાયદો. તબિયત સંપૂર્ણ સારી લગતી હોય તેમ છતાં નિયમિત દવા, ખોરાકમાં પરેજી, ડોક્ટર દ્વારા તપાસ અને લેબોરેટરી તપાસ કરાવવી જરૂરી છે. લોહીનું દબાણ નિયમિત તાપસવું અને તે હંમેશા ૧૪૦/૮૪ થી ઓછુ હોવું જોઈએ. ડાયાબીટીસ પર સારવાર દ્વારા યોગ્ય કાબુ રાખવો. સોજા હોય ત્યારે પ્રવાહી(પાણી, ચા, છાશવગેરે) ડોક્ટરની સલાહ મુજબ ઓછુ લેવું. લોહીનું દબાણ વધારે હોય(કે સોજા હોય) તેવા દર્દીઓએ હંમેશાં મીઠું(નમક) ઓછુ લેવું અને પાપડ, અથાણા વગેરે વધારે મીઠાવાળો ખોરાક ન લેવો. વધુ પોટેશિયમવાળો ખોરાક જેમકે નારિયેળ પાણી, ફળો તથા ફળોના રસ, સુકા મેવા વગેરે ન લેવા. કમળા સામે રક્ષણ મેળવવા(Hepatitis-B)ની રસી લેવી. ડાબા હાથની શિરા(Vein) માંથી તપાસ માટે લોહી ન લેવું. ઈન્જેકશન ન આપવા કે બાટલા ન ચડાવવા. લોહીમાં ક્રિએટીનીનનું પ્રમાણ વધે ત્યારે ડોક્ટરની સલાહ મુજબ એ.વી. ફિસ્ચ્યુલા કરાવવી. ફિસ્ચ્યુલા તૈયાર હોય તો હિમોડાયાલિસિસ સલામત રીતે, સરળતાથી, ઝડપથી અને ઓછા ખર્ચે થઇ શકે છે. સ્ત્રોત: કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન