અનુ વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર મમતા ડોળી (પાલખી) ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ આ યોજનાં અંતર્ગત જે વિસ્તારમાં સર્ગભા માતાને જરૂરનાં સમયે સંસ્થા સુધી લઇ જવા કોઇ પણ પ્રકારનાં વાહનની સુવિધા ન હોય અથવા ૧૦૮ ને ગામો સુધી ન પહોંચી શકતી હોય તેવા નકકી કરેલા ગામો. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ આ યોજનાં અંતર્ગત જયાં કોઇ પણ પ્રકારની વ્યવસ્થા ન હોય તેવા સંજોગોમાં સર્ગભાને નજીકનાં ૧૦૮ સુવિધા/કોઇ વાહન અથવા નજીક સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવા કોઇ પણ વ્યકિત અથવા વ્યકિતઓને રૂ.ર૦૦/- આપવાનો છે. ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ રકમ જે વ્યકિત / વ્યકિતઓ સર્ગભા નિયત સ્થાને પહોંચાડવા માટે મળે છે. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. ગ્રામ્ય આરોગ્ય સ્વછતા સમિતિમાંથી રૂ.ર૦૦ ચુકવવામાં આવશે. સ્ત્રોત: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ