અ.નં. વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર જનની સુરક્ષા યોજના ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ આ યોજનામાં ગરીબી રેખા હેઠળની બી.પી.એલ.કાર્ડ ધરાવતી કુટુંબની પ્રસુતા બહેનો, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જન જાતિ કુટુંબોની તમામ પ્રસુતા બહેનોને લાભ આપવામાં આવે છે, જે લાભાર્થી પાસે બી.પી.એલ. કાર્ડ ઉપલબ્ધ ન હોય તેમણે તેઓના વિસ્તારનાં તલાટી કમ મંત્રી, સરપંચ, મામલતદાર, મુખ્ય અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ આ યોજના હેઠળ લાભાર્થીને રૂ.૭૦૦/- ગ્રામ્ય વિસ્તારમાં તેમજ રૂ. ૬૦૦/- શહેરી વિસ્તારમાં પોષણયુકત ખોરાક, પ્રસુતિ સમયે થતો દવાનો ખર્ચ કે અન્ય કોઇ ખર્ચને પહોંચી વળવા માટે સર્ગભાવસ્થાના છેલ્લા ત્રણ મહિનાના સમયગાળામાં ચુકવવામાં આવે છે. ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ યોજનાં અંતર્ગત સહાય માટે સ્ત્રી આરોગ્ય કાર્યકર પાસે ફોર્મ ભરાવાનું રહેશે અને સાથે બી.પી.એલ. કાર્ડનો અથવા આવકનો પુરાવો લગાવાનો રહેશે. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. સ્ત્રી આરોગ્ય કાર્યકર ( આપના વિસ્તાર) નાં ધ્વારા આપને આ લાભ આપવામાં આવશે. સ્ત્રોત: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ