અ.નં. વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર રાષ્ટ્રીય પરિવાર નિયોજન ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ મહિલા લાભાર્થી માટેઃ લગ્ન કરેલ હોય તેની ઉમંર રર વર્ષ થી ૪૯ વર્ષની વચ્ચેની હોવી જોઇએ તથા એક તેને બાળક હોવું જોઇએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી જોઇએ, પતિનું નસબંધી ઓપરેશન ન થયેલ હોવું જોઇએ ( બે માંથી એક આ પધ્ધતિ ન અપનાવેલ હોવી જોઇએ, તેની માનસિક અવસ્થા સારી હોવી જોઇએ). પુરુષ લાભાર્થી માટેઃ લગ્ન કરેલ હોય, તેની ઉમંર ૬૦ વર્ષથી નીચે હોવી જોઇએ એક બાળક હોવું જોઇએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી જોઇએ, લાભાર્થીની પત્નીનું ઓપરેશન ન થયેલ હોવો જોઇએ ( બે માંથી એક આ પધ્ધતિ ન અપનાવેલ હોવી જોઇએ, તેની માનસિક અવસ્થા સારી હોવી જોઇએ). ૩ યોજના અંતર્ગત સહાય/લાભ નીચે મુજબ વિગત લાભાર્થીને રોકડ સહાય મોટીવેટર વાઝેકટોમી (દરેક) ૨૦૦૦ ૩૦૦ ટયુબેકટોમી સ્ત્રી વ્યંધીકરણ ૧૪૦૦ ૩૦૦ ટયુબેકટોમી સ્ત્રી વ્યંધીકરણ (પ્રસુતિ બાદ ૭ દિવસમાં કરાવે તે માટે) ૨૨૦૦ ૩૦૦ ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ યોજનાનો લાભ લેવા માટે ઓપરેશન વખતે ફોર્મ ભરવાનું હોય છે અને જે આ સાથે સામેલ છે. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. કુટુંબ કલ્યાણ પધ્ધતિનું ઓપરેશન કરાવો ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર ધ્વારા ઓપરેશન કરાવતો લાભાર્થીને રોકડ સહાય આપવામાં આવશે. સ્ત્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ