અનુ વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર નેશનલ આયરન + ઇનીશેટીવ ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ ૬ મહિનાથી પ વર્ષ સુધીના તમામ બાળકો (પ્રી સ્કુલ) સરકારી અને સરકારી સહાય મેળવતી શાળાઓ કક્ષા 1 થી 12 સુધીના તમામ બાળકો પ થી ૧૦ વર્ષ સુધીના બાળકો શાળાએ જતા નથી તેવા બાળકોને પણ આંગણવાડીમાં આવરી લેવામાં આવે છે. ૧૦ થી ૧૯ વર્ષ સુધીના તરૂણ તરૂણીઓ સગર્ભા અને ધાત્રી માતાઓ. પ્રજનન વયની અન્ય મહિલાઓ. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ આ યોજના અંતર્ગત ઉપર દર્શાવેલ લાભાર્થીઓને આયરનની ગોળીઓ આપવામાં આવે છે. સરકારી સંસ્થાઓમાં એનીમીયાની ગંભીરતા પ્રમાણે સારવાર આપવામાં આવે છે, જેમાં બ્લડ ટ્રાન્સફુઝન અને આયરન સુકોઝ થેરેપી સામેલ છે. ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ ૬ મહિનાથી પ વર્ષ સુધીના બાળકોનાં IFA સીરપ આશા ધ્વારા આપવામાં આવે છે. પ વર્ષ થી ૧૯ વર્ષ સુધીનાં સ્કુલ જતાં બાળકોનાં શાળાનાં શિક્ષક ધ્વારા અને શાળાએ ન જતાં બાળકોને આંગણવાડી વર્કર ધ્વારા IFA ગોળી આપવામાં આવે છે. સગર્ભા અને ધાત્રી માતાઓનાં IFA ની ગોળી ફિમેલ હેલ્થ વર્કર અને આશા ધ્વારા આપવામાં આવે છે. પ્રજનન વયની અન્ય મહિલાઓને આશા ધ્વારા IFA ની ગોળી આપવામાં આવે છે. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. તમામ સરકારી અને સરકારી સહાય મેળવતી આરોગ્ય સંસ્થાઓમાં અને શાળાઓમાં, આંગણવાડીમાં, આશા ધ્વારા ઘરે ઘરેથી લાભ મળશે. સ્ત્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ