પીરિયડ્સ દરમિયાન છોકરીઓ સેનેટરી નેપકીનનો ઉપયોગ કરે છે. આ નેપકીન શરીરમાંથી થતા રક્તસ્ત્રાવને સૂકવવાનું કામ કરે છે. સામાન્ય રીતે જોવા મળી રહ્યું છે કે આ નેપકીનનો ઉપયોગ કરતી વખતે છોકરીઓ કેટલીક ભૂલો કરી બેસે છે. તો ચલો આજે અમે તમને જણાવીએ કે સેનેટરી નેપકીનનો ઉપયોગ કરતી વખતે કઇ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. નેપકીન ક્વોલિટીનું ધ્યાન રાખો મોટાભાગે એવું થાય છે કે છોકરીઓ ઓછા પૈસાના ચક્કરમાં કોઇ પણ સેનેટરી નેપકીનનો ઉપયોગ કરે છે. જો તમે કંઇક એવું જ કરી રહ્યા છો તો ચેતી જજો કારણ કે ખરાબ બ્રાન્ડના નેપકીન ઉપયોગ કરવાથી રેશેજનું જોખમ વધી જાય છે. 3 થી 4 કલાકમાં બદલી નાંખો નેપકીન મોટાભાગે એવું જોવા મળે છે કે છોકરીઓ દિવસભર માં એક જ પેડનો ઉપયોગ કરે છે. આવું બિલકુલ કરશો નહીં કારણ કે એનાથી ઇન્ફેક્શન થઇ શકે છે. લાંબા નેપકીનનો ઉપયોગ કરો સામાન્ય રીતે માર્કેટમાં બધી બ્રાન્ડના નેપકીન જોવા મળે છે. પરંતુ એની પસંદ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે નેપકીનની લંબાઇ વધારે હોય જેનાથી માત્ર લોહીનો સ્ત્રાવ તો સૂકવે છે પરંતુ સ્ટેનની આશંકાથી પણ બચાવે છે. સ્કીન અનુસાર પસંદ કરો નેપકીનની બ્રાન્ડ એવા સેનેટરીનો ઉપયોગ કરો જે તમારી સ્કીનને સૂટ કરે. મોટાભાગે એવું જોવા મળે છે કે કેટલીક બ્રાન્ડના પેડ સ્કીનને સૂટ કરતાં નથી અને રેશેજ પડી જાય છે. એટલા માટે પેડની ખરીદી કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમને કઇ કંપનીનું પેડ સૂટ થાય છે. હાઇજીનનું ખાસ ધ્યાન રાખો આ દરમિયાન સાફ-સફાઇનું ખાસ ધ્યાન રાખો. પ્રાઇવેટ પાર્ટને સારી રીતે સાફ કરો કારણ કે કોઇ પણ પ્રકારની સ્કીન સંબંધી સમસ્યા ના થાય. સ્ત્રોત : ફેમિના