શહેરી વિસ્તારમાં ખુલ્લામાં થતી શૌચક્રીયા નાબુદ કરવા તથા જ્યાં વ્યક્તિગત શૌચાલય બાંધી શકાય તેમ નથી તે માટે પે એન્ડ યુઝ ટોયલેટ યોજના અમલમાં મુકેલ છે. શહેરી વિકાસ વર્ષ ૨૦૦૫ થી શહેરી વિસ્તારમાં અગત્યના સ્થળોએ મોટી સંખ્યામાં પે એન્ડ યુઝ ટોયલેટ બાંધવાનું શરૂ કરવામાં આવેલ છે. રાજય સરકારશ્રી દ્ધારા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની નોડલ એજન્સી તરીકે નિયુક્તિ કરવામાં આવેલ છે. સુધારેલ ગાઇડ લાઇન્સ મુજબ સરકારશ્રી દ્ધારા પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક માટે મહતમ રૂ. ૭.૧૦ લાખની સહાય આપવામાં આવે છે. અગાઉ આ યોજના હેઠળ કુલ ૧૧૫૧ પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક બાંધવાની કામગીરી પૂર્ણ કરેલ છે. જે ઉપયોગ હેઠળ છે. નવી યોજના હેઠળ તા. ૨૫-૦૭-૨૦૧૪ ની સ્થિતિએ ૯૨ પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોકસ બનાવવા માટે રૂ. ૨.૬૪ કરોડની સહાયની મંજુરી આપવામાં આવેલ છે. મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વ-ભંડોળ / એમ.પી./ એમ.એલ.એ. ગ્રાંટ / અન્ય યોજના હેઠળ કુલ ૭૧૫ પે એન્ડ યુઝ ટોયલેટ બનાવીને તેની નિભાવણી કરવામાં આવે છે. સ્લમ વિસ્તારના સુવિધાથી વંચિત કુટુંબોને માસિક રૂ.૧૦-૧૫ના નજીવા દરથી કુંટુંબ પાસ હેઠળ ઉપયોગની સુવિધા આપવામાં આવે છે. ૧૨ વર્ષ સુધીના નાના બાળકો, મહિલા અને વૃધ્ધો / અશ્કતોને વિના મુલ્યે સુવિધા આપવામાં આવે છે. સ્ત્રોત: મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન સ્વચ્છ ભારત અભિયાન