યોજના શરૂ થયાનું વર્ષ ૨૦૧૩-૧૪ અને ૨૦૧૪-૧૫ યોજનાનું નાણાકીય સ્ત્રોત ગુજરાત સરકારશ્રીના બજેટમાં અંદાજીતપત્રીય જોગવાઇ હેઠળ મુખ્ય સદર ૨૨૧૧ પરિવાર કલ્યાણ સદરે મંજૂર થયેલ જોગવાઇમાંથી નાણાકીય સ્ત્રોત. યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ મુખ્યમંત્રી અમૃતમ યોજના રાજ્યના તમામ જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના (નગરપાલિકા વિસ્તાર, મહાનગરપાલિકા વિસ્તાર અને નોટીફાઈડ એરીયા) ગ્રામ્ય વિકાસ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ નોંઘાયેલ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ (મહત્તમ ૫ વ્યક્તિ સુધી) ને લાગુ પાડવામાં આવી છે, જેમાં જન્મેલા બાળકને છઠ્ઠા સભ્ય તરીકે લાભ આપવામાં આવશે. મુખ્યમંત્રી અમૃતમ વાત્સ્લ્ય યોજના અંતર્ગત જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના ૧.૨૦ થી ઓછી પારિવારીક વાર્ષિક આવક ધરાવતા કુટુંબોનાં સભ્યોને (મહત્તમ કુટુંબનાં ૫ વ્યક્તિ સુધી) લાગુ કરવામાં આવેલ છે. નવા જન્મતા બાળકોને આ યોજનામાં છઠ્ઠા સભ્ય તરીકે આવરી લેવાના રહેશે. યોજના અંતર્ગત સહાય / લાભ આ યોજનામાં હેઠળ હૃદય, મગજ અને કિડનીને લગતી ઘનિષ્ઠ સારવાર, બર્ન્સ, કેન્સર, ગંભીર ઈજાઓ માટે નિયત રોગો જેવી ગંભીર બિમારીઓ કુટુંબ દીઠ વાર્ષિક મહત્તમ રૂ. ૨,૦૦,૦૦૦ /- (અંકે રૂપિયા બે લાખ) સુધીની કેશલેશ સારવાર આપવામાં આવે છે. યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ બી.પી.એલ. (યાદી મુજબના) કુટુંબના લાભાર્થીઓને /૧.૨૦ થી ઓછી આવક ધરાવતા તાલુકા કક્ષાએ આવેલ તાલુકા આરોગ્ય કચેરીમાંથી કાર્ડ મેળવી શકાશે. યોજનાનો લાભ કયાંથી મળશે. આ યોજના હેઠળ નિયત ચેકલીસ્ટ અનુસાર સગવડતા ધરાવતી સરકારી અનુદાન મેળવતી સંસ્થાઓ ખાનગી હોસ્પિટલોને કરાર બદ્ધ કરવામાં આવશે. આ કરાર બદ્ધ થયેલ હોસ્પિટલમાં લાભાર્થીને સારવારનો લાભ મળશે. સ્ત્રોત :- આરોગ્ય વિભાગ મહેસાણા જિલ્લા