આ યોજનામાં ગરીબી રેખા હેઠળના કુટુંબની પ્રસૂતા બહેનો તથા ગરીબી હેઠળ ઉપરની (એ.પી.એલ. કાર્ડ ધરાવતી) પરંન્તુ આવકવેરો ન ભરતા હોય તેવા અનુસુચિત જન જાતિ કુટુંબોની પ્રસૂતા બહેનોને લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રસૂતા બહેનોને સરકાર દ્વારા નક્કી કરાયેલા ખાનગી દવાખાનામાં વિના મુલ્યે પ્રસૂતિ કરાવી શકે છે. દવાખાનામાં દાખલ થનાર પ્રસૂતાએ દવાખાનામાં કોઈપણ રકમ ચુકવવાની હોતી નથી. એટલુ જ નહી પણ સારવાર માટેની જરૂરી દવાઓ પણ ડોક્ટર જ આપશે અને તે પણ વિના મુલ્યે. ઉપરાંત પ્રસૂતાને દવાખાને આવવા ભાડા પેટે રૂ. ૨૦૦ ડોક્ટર દ્વારા રોકડા આપવામાં આવશે. યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરવાનું થાય છે. અને તેની સાથે જરૂરી દસ્તાવેજ જેવા કે બી.પી.એલ. કાર્ડનીનકલ અથવા આવકનો દાખલો મુકવાનો થાય છે યોજનાનો લાભ કયાંથી મળશે ચિરંજીવી યોજના અંતર્ગત જોડાયેલ ખાનગી સ્ત્રી નિષ્ણાંત તબીબોને ત્યાં આ યોજના નો લાભ મળી શું કે સ્ત્રોત :- આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત મહેસાણા