યોજના શરૂ થયાનું વર્ષ ૨૦૧૧-૧૨ યોજના નું નાણાકીય સ્ત્રોત ગુજરાત રાજ્ય યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ શહેરી અને ગ્રામ્ય વિસ્તારની ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓ ત્રણ બાળકો સુઘીની પ્રસૂતિ માટે સહાય મળવા પાત્ર રહેશે. યોજના અંતર્ગત સહાય લાભ 1)સગર્ભાવસ્થામાં છ માસના ગાળામાં મમતા દિવસે નોંધણી કરાવવાથી રૂ. ર૦૦૦/- ની સહાય 2)સરકારી દવાખાનામાં અથવા ચિરંજીવી યોજના અંતર્ગત સુવાવડના પ્રથમ અઠવાડિયામાં રૂ. ૨૦૦૦/- ની સહાય 3)બાળકની માતાને પોષણ સહાય રૂપે બાળકના જન્મ બાદના ૯ મહિના પછી અને ૧૨ મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન – એ આપ્યા બાદ અને સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયા બાદ રૂ. ૨૦૦૦/- ની સહાય આમ, કુલ રૂ. ૬૦૦૦/- ની સહાય લાભાર્થી માતાને મળશે. યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ :- લાભાર્થીએ મમતા દિવસે સગર્ભાવસ્થાના પ્રથમ છ માસના ગાળામાં સ્ત્રી આરોગ્ય કાર્યકર પાસે નોંધણી કરાવવાથી પ્રથમ હપ્તો મળવાપાત્ર થશે. ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાએ સુવાવડ સરકારી દવખાનામાં અથવા ચિરંજીવી યોજના હેઠળનાં દવાખાનામાં કરાવવાથી બીજો હપ્તો મળવાપાત્ર થશે. ગરીબી રેખા હેઠળની માતાના બાળકના જન્મ બાદનાં ૯ માસ પછી અને ૧૨ માહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન-એ આપ્યા બાદ અને સંપૂર્ણ રસીકરણ કરાવ્યા બાદ ત્રીજો હપ્યો મળવા પાત્ર થશે. સ્ત્રોત :- આરોગ્ય વિભાગ મહેસાણા જિલ્લા પંચાયત