યોજના શરૂ થયાનું વર્ષ ૨૦૧૬-૧૭ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ ડીલીવરી પોઇન્ટ જેવાકે સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં જન્મ્તા અને ઘરે થતી પ્રસુતિના જન્મજાત ખામીવાળ તમામ બાળકો. યોજના અંતર્ગત સહાય / લાભ 1)ન્યુરલ ટ્યુબ ડીફેકટ(શરીરના પાછળના ભાગે કરોડરજ્જુના ભાગે જન્મજાત ગાંઠ હોવી.) 2)ક્લેફ્ટલીપ અને પેલેટ(જન્મજાત કપાયેલ હોઠ અને તાળવાની ખામી) 3)ક્લબ ફૂટ (જન્મજાત વળેલા પગ) 4)ડેવલોપમેન્ટ ડીસપ્લેઝીયા ઓફ હીપ 5)કન્જનાઇટલ હાર્ટ ડીસીઝ(જન્મજાત હ્રદયરોગ) 6)કન્જનાઇટલ કેટરેકટ (જન્મજાત મોતિયો) 7)કન્જનાઇટલ ડેફનેસ (જન્મજાત બધિરતા) 8)રેટીનોપેશી ઓફ પ્રેમેચ્યોરીટી 9)ડાઉન સિન્ડ્રોમ 10)અન્ય નોંધપાત્ર ખોડ. ઉપર મુજબની જન્મજાત ખામીઓનું પ્રસુતિ દરમ્યાન અને બાળકને પ્રસુતિગ્રુહમાંથી રજા આપવામાં આવે તે પહેલાં ચકાસણી પૂર્ણ કરી નવજાત શિશુની સારવાર અંગેનું આયોજન કરવામાં આવે છે. યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ સરકારી કે ખાનગી પ્રસુતિગ્રુહ અથવા ઘરે થયેલ પ્રસુતિમાં મળી આવેલ ઉપર મુજબની ખામીવાળા નવજાત શિશુઓની નોંધણીને ધ્યાને લઇ આર.બી.એસ.કે. ટીમ દ્વારા જરૂરી સારવાર માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. યોજનાનો લાભ કયાંથી મળશે. સંબંધિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસરશ્રી, આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસરશ્રી દ્વારા સરકારી કે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત હોસ્પિટલોમાં સેવાઓ અંગેની કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ વધુ મહિતિ માટે તમારા વિસ્તારના આરોગ્ય કાર્યકર/આશાનો સંપર્ક કરી શકાશે. સ્ત્રોત :જિલ્લા પંચાયત મહેસાણા આરોગ્ય વિભાગ