તમાકુ સીધી જ બાળકો અને યુવાઓ પર પગપેસારો કરે છે. આથી જ તે ખૂબ જોખમી છે. ભારતમાં તમાકુનો ઉપયોગ દરેક રાજયમાં અને દરેક શહેરમાં થાય છે પણ તેની પેર્ટન દરેક રાજયમાં અલગ અલગ છે.આ તારણ છેક અમેરિકાના ફલોરિડાથી જુદા જુદા દેશોમાં ફરીને ભારતની મુલાકાતે આવેલી અને તમાકુના વ્યસન અંગે રિસર્ચ કરતી વેલ્સ્લી યુનિ.ની એલેન્ડ્રાનું છે. અમેરિકાના ફલોરિડા શહેરની વેલ્સ્લી યુનિવર્સિટીની વિધાર્થિની એલેન્ડ્રા એલિસને વિવિધ દેશોમાં ફરીને તમાકુ પ્રતિબંધિત કાયદાઓ અને તમાકુના સેવનના પ્રસાર અંગેના રિસર્ચ પ્રોજેકટના ભાગરૂપે વડોદરાની મુલાકાત લીધી હતી. તેણે જણાવ્યું કે, ‘હું શાળામાં હતી ત્યારે પણ તમાકુ વિરોધી કાર્યક્રમો આયોજતી. કોલેજ બાદ પ્રોજેકટમાં ન્યૂઝીલેન્ડ, થાઇલેન્ડ, ચીન, કમ્બોડિયા, ભારત જેવા કેટલાક દેશોમાં ફરીને તમાકુને લગતા કાયદાઓ, વ્યસન મુકિત માટે કાર્ય કરતી સંસ્થાઓ વગરેની કાર્યપદ્ધતિને હું આવરી લઇશ.’ વડોદરામાં તમાકુ વિરોધી કાર્ય કરતી ફેઇધ ફાઉન્ડેશનની મુલાકાત લેનાર એલેન્ડ્રાએ જણાવ્યું કે, ‘હુક્કા બાર બંધ થવાનો કિસ્સો વડોદરામાં સફળ થયો છે તે પ્રશંસનીય છે. વળી ભારતમાં વ્યસનની પેર્ટન દરેક રાજય-શહેરમાં અલગ છે માટે વ્યસન મુકિત અને કાયદાને લગતી બાબત અહીં ખૂબ પડકારરૂપ છે. ’ તેના મતે તમાકુના ઉધોગકારો પાસે ઢગલો નાણાં હોય છે અને માટે કયાંક સરકાર પણ તેનાથી દબાઇ જતી હોય છે. તમાકુ ઉધોગકારો કેવી રીતે તેમનાં ઉત્પાદનોને લોકોમાં પ્રચલિત કરતાં હોય છે તે બાબત આશ્ચર્ય પમાડે તેવી હોય છે . લેખક : એલેન્ડ્રા એલિસન