લોકો દુખાવામાંથી મુક્તિ મેળવવા માટે વિચાર્યા વગર જ પેઇન કિલર દવાઓનું સેવન કરતા હોય છે જેનાથી તેટલા સમય માટે દુખાવો છૂમંતર થઇ જાય છે પરંતુ આ પેઇનકિલર દવાઓથી શરીરેને ઘણું નુકશાન થાય છે. એવામાં પેઇનકિલર દવાઓ ખાતા પહેલા તેનાથી થતા નુકશાન વિશે જાણી લો. આ પેઇનકિલર દવાઓ થોડાક સમય માટે તો દુખાવાથી છૂટકારો આપી દે છે પરંતુ તેનાથી હાઇ બ્લડ પ્રેશર જેવી સમસ્યા સર્જાય છે. કેટલાક લોકો થોડાક દુખાવામાં પણ પેઇનકિલર દવાઓનું સેવન કરતા હોય છે. એવામાં તેમને આ દવાઓની આદત પડી જાય છે. વધારે પ્રમાણમાં પેઇનકિલર ખાવાથી કિડની પર ખરાબ અસર પડે છે અને તેનાથી કિડની ફેલ પણ થઇ શકે છે. અલગ-અલગ કંપનીની પેઇનકિલર ખાવાથી એસિડિટી, ઉલ્ટી, ડાયેરિયા અને પેટ સંબંધિત કેટલીય સમસ્યાઓ સર્જાય છે. પેઇનકિલર દવાઓના કારણે સૌથી વધારે પ્રભાવ મગજ પર પડે છે. તેમાં એક પ્રકારનો પદાર્થ મળી આવે છે જે મગજ પર ખરાબ અસર કરે છે. મોટાભાગે સાંધાના દુખાવાને કારણે લોકો પેઇનકિલર દવાઓ ખાતા હોય છે પરંતુ લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી હાડકાં પર ખરાબ સાઇડ ઇફેક્ટ થાય છે અને હાડકાં નબળા પડી જાય છે. આ ઉપરાંત પેઇનકિલર દવાઓ કરોડરજ્જુ પર પણ ખરાબ અસર કરે છે. સ્ત્રોત: તા. 01 માર્ચ ૨૦૧૮, હેલ્થ, ગુજરાત સમાચાર