વાળ સફેદ થવા માંડ્યા હોય તો દરરોજ દહીં-છાસ આહારમાં વધુ પ્રમાણમાં લેવાં. એનાથી વાળ સફેદ થતા અટકે છે. બાળકોને શરુઆતથી જ દહીં-છાસનું નીયમીત સારા પ્રમાણમાં સેવન કરાવતા રહેવું જોઈએ.

શુદ્ધ ગંધક અને શુદ્ધ લોહભસ્મ સમભાગે લઈ ખરલમાં ખુબ લસોટવી. દરરોજ સવાર-સાંજ ૧/૨ ગ્રામ આ મીશ્રણ ૧૦ ગ્રામ મધ અને ૫ ગ્રામ ઘી સાથે લેવાથી વાળ કાળા થાય છે અને સફેદ થતા અટકે છે.

આમળાના ચુર્ણને આમળાના રસની ૨૧ ભાવના આપવી. (૨૧ વાર ભીંજવવું અને સુકવવું.) પછી તેનું સેવન કરવાથી માથાના વાળ કાળા થાય છે.

બહેડાનો બારીક પાઉડર દરરોજ સવાર-સાંજ પાણી સાથે ૧-૧ ચમચો લેવાથી અને રાતે સુતી વખતે આ પાઉડર પાણીમાં ભેળવી વાળમાં પાથીએ ભરી સવારે શેમ્પુથી ધોઈ નાખવાથી વાળ થોડા જ દીવસોમાં કાળા થાય છે.

ગુલાબની પાંખડીમાંથી તૈયાર કરેલા ગુલકંદમાંથી અડધો ગુલકંદ સુર્યના પ્રકાશમાં અને અડધો ચાંદનીમાં રાખી દરરોજ સવાર-સાંજ લેવાથી માથાના વાળ ખરવા, વાળનો જથ્થો ઓછો થવો, વાળ તુટવા, વાળ અકાળે સફેદ થઈ જવા વગેરે ફરીયાદો મટે છે.

દરરોજ રાતે સુતી વખતે ૧ મોટો ગ્લાસ ભરીને દુધ લઈ તેમાં ૧ ચમચી બદામનું તેલ નાખી બરાબર મીશ્રણ કરી પીવાથી લાંબા સમયે વાળ સફેદ થતા અટકે છે, અને જો સફેદ થયા હોય તો ધીમે ધીમે કાળા થવા માંડે છે.

જેઠીમધ અથવા જેઠીમધનું સત્ત્વ દુધ સાથે દરરોજ સવાર-સાંજ લેવાથી અકાળે ધોળા થયેલા વાળ કાળા થાય છે. જેઠીમધ કરતાં જેઠીમધનું સત્ત્વ વધુ અકસીર છે.

વાળમાં મહેંદી લગાવવાથી વાળ લાલ થઈ જતા હોય તો મહેંદી પલાળતી વખતે તેમાં આમળાં, અરીઠાં, શીકાકાઈ અને ભાંગરાનો પાઉડર ઉમેરવાથી મહેંદી કાળી થશે, અને વાળ કાળા થશે.

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ