સંસ્કૃત શબ્દ આજ્ઞા એટલે આદેશ, કમાન્ડ. આ ચક્ર આજ્ઞાચક્ર કહેવાય છે કેમ કે એ જાગૃતિનું અને હાર્મનીનું એ લેવલ દર્શાવે છે જેમાં બે વ્યક્તિઓ વચ્ચે પ્રત્યક્ષ રીતે મનથી મનનો સંપર્ક અને સંવાદ થઈ શકે છે. એ સેન્સિટિવિટીનું એ સ્ટેજ છે જ્યાં વ્યક્તિગત માઇન્ડ મળી શકે છે. એ એવું કેન્દ્ર છે જેના દ્વારા ગુરુ પોતાના શિષ્યો સાથે સંપર્ક સાધી શકે છે અને તેમને આદેશ આપી શકે છે. ઘણી વાર એને ગુરુચક્ર પણ કહે છે. આજ્ઞાચક્રનું સ્થાનઃ આજ્ઞાચક્રનું કેન્દ્રબિંદુ કરોડરજ્જુની ટોચ પર કપાળની વચ્ચોવચ આવેલ છે. એ મેડ્યુલા ઓબ્લોગેન્ટા અને પિનિયલ ગ્રંથિની વચ્ચેના ભાગમાં આવેલ છે. ભ્રૂમધ્ય, એ આજ્ઞાનું ડાયરેક્ટ ટ્રિગર અથવા તો સ્વિચ છે જે કપાળ પર બે ભ્રમરોની વચ્ચે આવે છે. આજ્ઞા પ્રત્યક્ષ રીતે અને હોરિઝોન્ટલી ભ્રૂમધ્યની પાછળ આવેલ છે. કપૂરનું એક ટીપું અથવા જરૂરી તેલનું ટીપું કપાળ પર આઇબ્રો (ભ્રમરો)ની વચ્ચોવચ લગાવી શકાય જેથી ભ્રૂમધ્યના ચોક્કસ સ્થાનની અનુભૂતિ થઈ શકે. આજ્ઞાચક્રને સક્રિય કરવા પ્રેક્ટિસઃ મોટે ભાગે તમામ યોગિક પ્રેક્ટિસનો સંબંધ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આજ્ઞાચક્રને જાગૃત કરવા સાથે છે. નીચે એવી થોડીક બાબતો છે જે આજ્ઞાચક્રના સ્થાન બાબતે સેન્સિટિવિટી સમાંતર રીતે વિકસાવે છે. ત્રાટકઃ આ એક પાવરફુલ ટેકનિક છે. એ આજ્ઞાચક્રના સ્થાન અને ભ્રૂમધ્ય અંગે સેન્સિટિવિટી વિકસાવવામાં મદદ કરે છે. એ માટે મીણબત્તી બહુ સારી ચીજ છે. જો ત્રાટક શ્વાસ પર ધ્યાન રાખીને કરવામાં આવે તો એ આજ્ઞાચક્રને સક્રિય કરવા માટે બહુ જ પાવરફુલ છે. તમને ફીલ થશે કે શ્વાસ જ્યારે મહાનાડીમાંથી આવનજાવન કરે છે ત્યારે આજ્ઞા અને ભ્રૂમધ્ય બંનેને વીંધે છે. એટલે તમે જ્યારે શ્વાસ લો ત્યારે ફીલ કરો કે શ્વાસ આઇબ્રો સેન્ટરમાં થઈને ખેંચાય છે જે સાથે સાથે આજ્ઞાને વીંધીને જાય છે. જ્યારે મીણબત્તીની જ્યોત પર નજર કેન્દ્રિત કરો ત્યારે આ રીતે ચાલુ રાખો. ત્રિકુટી સંધાનમઃ શબ્દ સંધાનમનો અર્થ છે “શોધ.” એટલે આ પ્રેક્ટિસને “ભ્રૂમધ્યના સ્થાનની શોધ” પણ કહી શકાય.. રીત: કોઈ પણ કંફર્ટેબલ પોશ્ચરમાં બેસો. (તમે જમીન પર સપાટ સૂઈને પણ પ્રેક્ટિસ કરી શકો, પણ ખ્યાલ રહે કે ઊંઘી ન જવાય.). આઇબ્રો સેન્ટરનું લોકેશન ફીલ કરવા પ્રયાસ કરો. . એ પોઇન્ટે લયબદ્ધ ધબકારાનો અનુભવ કરો. પહેલાં તો ફરક નહીં કરી શકો, પણ પ્રેક્ટિસ કરવાથી સમય જતાં અલગથી સાંભળી શકશો. . તે પછી દરેક ધબકારાને આઇબ્રો સેન્ટર સાથે માનસિક રીતે ઓમનો અવાજ ઇન્ટિગ્રેટ કરો, ઓમ...ઓમ...ઓમ....ઓમ.... આ ઓમના સતત વાઇબ્રેશન વિશે સંપૂર્ણ જાગૃત રહો. આ રીતે તમારી પાસે સમય હોય તે પ્રમાણે તેટલો લાંબો સમય ચાલુ રાખો. . સ્ત્રોત: ફેમિના, નવગુજરત સમય