આ આસનમાં માથા ઉપર એક પગને ગોઠવીને બેસવાનું હોવાથી તેને એકપાદ શિરાસન તરીકે ઓળખાય છે. મૂળ સ્થિતિ : બંને પગ સીધા રાખી બેઠક લો. પદ્ધતિ : સૌ પ્રથમ બંને પગ સીધા રાખી બેઠક લો. હવે કોઈ એક પગને હાથ વડે ઊંચકી ગરદનની પાછળ ધીમેથી ગોઠવો. પગ માથા પરથી સરકી ન જાય તે માટે ગરદનને ઉપરની તરફ ખેંચી રાખો. બીજા પગને સીધો જ રાખો અથવા ઘૂંટણમાંથી વળી થાપા તરફ ગોઠવો. હવે બંને હાથ વડે નમસ્કારની મુદ્રા લો. કમરમાંથી સીધા થાઓ. શ્વાસને યથાશક્તિ અંદરની તરફ રોકી રાખો. આ જ રીતે, પગ બદલીને બીજી બાજુ પણ આ આસન કરી શકાય. યથાશક્તિ આ સ્થિતિમાં રહ્યા બાદ મૂળ સ્થિતિમાં પરત આવો. ધ્યાનમાં રાખવાની બાબતો : પગને ધીમે ધામે માથા ઉપર ગોઠવો. સ્થિરતાપૂર્વક આ આસન કરવું. શરૂઆતમાં પગની કોઈ કસરત કરી બાદમાં આ આસન કરવું. કોઈ ઉતાવળ કરવી નહિ. ફાયદા : પગના સ્નાયુઓને સ્ફુર્તિ મળે છે. શરીરના આંતરિક અવયવોને વ્યાયામ મળે છે. પેટના રોગો મટે છે. પગના સાંધાના દુઃખાવા મટે છે. હાથના સ્નાયુ મજબૂત બને છે. શરીરમાં સમતોલનપણું આવે છે. માનસિક એકાગ્રતા વધે છે. પગના સ્નાયુઓ મજબૂત બને છે. પેટની વધારાની ચરબી ધીમે ધીમે ઘટે છે. કબજિયાત, અપચો કે ગૅસ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. પાચનતંત્ર મજબૂત બને છે. સ્ત્રોત :ઝીગ્યા બ્લોગ