માત્ર ઔષધોથી જ રોગ મટતો નથી તેની સાથે પરેજીનું પાલન કરવાથી જ રોગ મૂળમાંથી મટી શકે છે. આહાર તીખું, ખારૂં, ખાટું બિલકુલ ઓછું લેવું. વાસી ખોરાક ન લેવો મેંદાની વસ્તુઓ ન લેવી, બ્રેડ, બિસ્કીટ, પાઉં તેમજ અન્ય બેકરીની વસ્તુઓ ન લેવી. અથાણાં તથા ખમણ, ઢોકળાં, હાંડવો, ઈડલી, ઢોંસા તેમજ અન્ય આથો લાવીને બનાવવામાં આવતી વસ્તુઓ ન લેવી. દહીં, છાશ, લિંબુ, ટામેટાં, આમલી, કોકમ વગેરે તમામ ખટાશ બંધ કરવી દિવસે ન સૂવું. બહારનાં નાસ્તાથી દૂર રહેવું. મેદ એ જળમહાભૂત હોવાથી વધારે પ્રમાણમાં અને ફ્રીજનું પાણી પિવાથી શરીરમાં જળમહાભૂતની વૃદ્ધિ થાય છે તેથી તરસ લાગે તેટલું જ પાણી પીવું. સવારે નરણાં કોઠે માત્ર એક અંજલિ એટલે કે એ ખોબામાં સમાય તેટલું જ પાણી શરીર માટે હિતકારક છે. વધારે માત્રામાં પિવાયેલું પાણીને જઠરાગ્નિને મંદ કરે છે. દિવસે સુવાથી તેમજ સવારે મોડા ઉઠવાથી વજન વધે છે. સવારે નિયમિત કસરત કરવી ( પરસેવો પડે ત્યાં સુધી) તેલ, ઘી, ચીઝ, માખણ, પનીર વગેરેથી દૂર રહેવું. મિઠાઇ, ફ્રીજની વસ્તુઓ, શિખંડ વગેરેથી દૂર રહેવું. બાફેલા મગ સૌથી વધારે હિતકારી છે. નાસ્તામાં બાફેલા મગ, મમરા, ખાખરા, ધાણી, ફૂલકાં રોટલી વગેરે લઇ શકાય મધનો પ્રયોગ મધ ને લિંબુ કે ગરમપાણી સાથે ક્યારેય ન લેવાય. ચોખ્ખું મધ બે ચમચી સાદા માટલાના અર્ધા ગ્લાસ પાણીમાં મિક્સ કરીને રાત્રે મૂકી દેવું અને તે સવારે પી જવું અને તે જ રીતે સવારે મિક્સ કરીને મૂકેલ પાણી રાત્રે સૂતી વખતે પી જવું. વિરુદ્ધ આહાર: વિરુદ્ધ આહાર એ મોટાભાગના રોગ કરનારો છે, તેથી તેનાથી દૂર રહેવું. દૂધ સાથે કોઇપણ ફળો, દહીં, છાશ, લસણ, ડુંગળી, મૂળાં, ગોળ તેમજ બધી જ ખટાશ એ વિરુદ્ધ આહાર છે. દહીં સાથે ગોળ, મૂળાં વિરુદ્ધ આહાર છે. દહીં વજન વધારનારૂ અને શરીરની તમામ નળીઓમાં અવરોધ કરનારું છે. તેથી રોગી માણસે તેનું સેવન ન કરવું. વધુ માહિતી માટે સંપર્ક કરો. વૈદ્ય નિકુલ પટેલ આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)અમદાવાદ ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર) અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)Email : info@lifecareayurveda.com ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરોhttp://www.jsdl.in/DT-1111QEBKV7 નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટેWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં ORLike on https://www.facebook.com/askayurvedaFollow on https://www.twitter.com/atharvaherbal આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સhttp://www.lifecareayurveda.comhttp://www.qa.lifecareayurveda.comhttp://www.hindi.lifecareayurveda.comhttp://www.qa.hindi.lifecareayurveda.comhttp://www.gujarati.lifecareayurveda.comhttp://www.qa.gujarati.lifecareayurveda.com