અતિસાર-ઝાડા, ગ્રહણી-સંગ્રહણી, મરડો, IBS, Colitis, Sprue વગેરે જેવા પેટ અને આંતરડાના મળમાર્ગ સંબંધિત રોગો માટે નીચેની પરેજી પાળવી.... આહાર તીખું, ખારૂં, ખાટું બિલકુલ ઓછું લેવું. વાસી ખોરાક ન લેવો મેંદાની વસ્તુઓ ન લેવી, બ્રેડ, બિસ્કીટ, પાઉં તેમજ અન્ય બેકરીની વસ્તુઓ ન લેવી. અથાણાં તથા ખમણ, ઢોકળાં, હાંડવો, ઈડલી, ઢોંસા તેમજ અન્ય આથો લાવીને બનાવવામાં આવતી વસ્તુઓ ન લેવી. છાશ નિયમિત લેવી દિવસે ન સૂવું. પાણી ઊકાળવાની રીત સવારથી સાંજ સુધી જેટલુ પાણી જોઇએ તેનાથી બમણું (double) પાણી લેવું અને અડધું બળે ત્યાં સુધી - વાસણ ખુલ્લું રાખીને ઉકાળવું. અડધું પાણી બળી જાય પછી તેને ઠારીને ઉપયોગમાં લેવું, પાણી ઉકાળતી વખતે એક નાનો ટુકડૉ સૂઠનો નાંખવો. અને સાંજ થી સવાર સુધી જેટલું પાણી કજોઇએ તેટલું પાણી સાંજે ફરીથી ઉકાળવું, વાસી પાણી ઉપયોગમાં ન લેવું. વિરુદ્ધ આહાર: વિરુદ્ધ આહાર એ મોટાભાગના રોગ કરનારો છે, તેથી તેનાથી દૂર રહેવું. દૂધ સાથે કોઇપણ ફળો, દહીં, છાશ, લસણ, ડુંગળી, મૂળાં, ગોળ તેમજ બધી જ ખટાશ એ વિરુદ્ધ આહાર છે. દહીં સાથે ગોળ, મૂળાં વિરુદ્ધ આહાર છે. બહારનાં નાસ્તાથી દૂર રહેવું. અહિંથી આપવામાં આવતી તમામ દવા તે કોઇપણ બીજી દવાની સાથે લેવામાં વાંધો ન આવે તેથી બીજી કોઇ સારવાર લેવાની જરૂર પડે ત્યારે આ દવા બંધ રાખવાની જરૂર નથી. એકપણ દિવસ પાડ્યા વિના નિયમિત દવા લેવી. જમ્યા પછી તરત જ આડા ન પડતાં સો ડગલાં ચાલવું અન શક્ય હોય તો પાંચ મિનિટ સુધી વજ્રાસન માં બેસવું. સવારે નિયમિત પ્રાણાયામ અને સૂર્યનમસ્કાર કરવાં. જમ્યા પછી લેવાની દવા સિવાયની તમામ દવા ગમે ત્યારે (ભૂખ્યા પેટે પણ્) લઇ શકાય, તે ગરમ પડશે નહિં. બધી દવા એકસાથે અથવા વારાફરતી થોડી થોડી વારે પણ લઇ શકાય. ફ્રીજનું પાણી ન પીવું કે ફ્રીજ માં મૂકેલી વસ્તુઓ ન લેવી. દાડમ, સફરજન, મોસંબી, પાઇનેપલ જેવા ફળો લઇ શકાય. ભૂખ લાગે ત્યારે થોડું – થોડું ખાવું. મમરા, ખાખરા, પાતળી ફૂલકા રોટલી જેવો હળવો ખોરાક રાખવો. આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો. વધુ માહિતી માટે સંપર્ક કરો. વૈદ્ય નિકુલ પટેલ આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)અમદાવાદ ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર) અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)Email : info@lifecareayurveda.com ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરોhttp://www.jsdl.in/DT-1111QEBKV7 નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટેWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં ORLike on https://www.facebook.com/askayurvedaFollow on https://www.twitter.com/atharvaherbal આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સhttp://www.lifecareayurveda.comhttp://www.qa.lifecareayurveda.comhttp://www.hindi.lifecareayurveda.comhttp://www.qa.hindi.lifecareayurveda.comhttp://www.gujarati.lifecareayurveda.comhttp://www.qa.gujarati.lifecareayurveda.com