કબજિયાત, અજીર્ણ, મંદાગ્નિ, અને પેટના રોગો માટે યોજના – સારી હરડે લાવી તેના ઠળિયા કાઢી નાખવા અને છાલનું ચૂર્ણ કરવું. આ હરડે ચૂરં ૮ ભાગમાં લેવું. ગાંધીને ત્યાંથી તાજાં સારાં મીંઢી આવળનાં પાન ખરીદી લાવી, સાફ કરી ખાંડવા આ મીંઢીઆવળનું ચૂર્ણ ૪ ભાગ લેવું તેમાં સ્વચ્છ અજમાંનું ચૂર્ણ ૨ ભાગ અને સંચળનું ચૂર્ણ ૧ ભાગ મેળવીને રાખવું. આ દીનદયાળ ચૂર્ણ ઘેર ઘેર કાયમ ઉપયોગી થઈ શકે તેવુંઅને નિર્દોષ છે. સેવનવિધિ – ત્રણ મહિના સુધી આ ચૂર્ણ પૂરા ગુણ દર્શાવે છે. ચોમાસામાં ખાસ ઢાંકી રાખવું. ૧ તોલો, ૧ ચમચી કે ૬ થી ૮ ગ્રામ જેટલું ચૂર્ણ રાત્રે કે સવારે પાણીમાં લઈ શકાય. ઉપયોગ – (૧) કબજિયાત – મળશુધ્ધિ માટે હંમેશાં ઠંડા અથવા ગરમ પાણીમાં લેતાં રહેવું. (૨) અજીર્ણ – મંદાગ્નિ – સવારે – સાંજે ૧-૧ ચમચી ચૂર્ણ ગરમ પાણીમાં લેવું. (૩) પેટના રોગો – પાચનતંત્રને લગતા આંતરડાના કોઈ પણ રોગમાં ૧ નાની ચમચી ચૂર્ણ જમ્યા બાદ પાણીમાં લેવું. નોંધ – મીંઢી આવળને કારણે પેટમાં આંકડી આવતી હોય તેમણે આ ચૂર્ણનું સેવન કરવું નહીં. વૈદ્ય નિકુલ પટેલ આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.) અમદાવાદ ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ) સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર) અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર ૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮ સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર) Email : info@lifecareayurveda.com ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો http://www.jsdl.in/DT-1111QEBKV7 નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR Like on https://www.facebook.com/askayurveda Follow on https://www.twitter.com/atharvaherbal આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ http://www.lifecareayurveda.comhttp://www.qa.lifecareayurveda.comhttp://www.hindi.lifecareayurveda.comhttp://www.qa.hindi.lifecareayurveda.comhttp://www.gujarati.lifecareayurveda.comhttp://www.qa.gujarati.lifecareayurveda.com