સંગ્રહણી, ઝાડા, ગોળો, ઉધરસ, અને ગળાના રોગો માટે શ્રેષ્ઠ યોજના – સાચું વંશલોચન ૧ ભાગ,તજ, તમાલપત્ર, નાની એલચી અને નાગકેસર ૨-૨ ભાગ, અજમો, ધાણા, જીરું, પીપરીમૂળ, સૂંઠ, મરી, લીંડીપીપર, ૪-૪ ભાગ, દાડમનાં સૂકાં બી ૩૨ ભાગ અને સાકર ૩૨ ભાગ ખાંડી ચૂર્ણ બનાવવું. સેવનવિધિ – આ ચૂર્ણ બને ત્યાં સુધી તાજું જ બનાવતાં રહેવું. ઘણું સ્વાદિષ્ટ હોવાથી મુખવાસરૂપે એકલું ખાઈ શકાય છે. છાશમાં, દહીમાં, મધમાં કે પાણીમાં પણ લઈ શકાય છે. માત્રા ૧ ગ્રામથી ૧૦ ગ્રામ સુધી. ઉપયોગ (૧) ગ્રહણી – દિવસમાં ત્રણ – ચાર વખત ૧૦-૧૦ ગ્રામ ચૂર્ણ છાશમાં લેવું. (૨) ઝાડા – દિવસમાં ત્રણ વખત ચૂર્ણ છાશમાં લેવું (૩) ગોળો – ગરમ પાણીમાં ૧ ચમચી ચૂર્ણ સવારે – સાંજે આપતાં રહેવું. (૪) શ્વાસ – ૧-૧ ચમચી ચૂર્ણ મધ સાથે ચટાડવું. (૫) ઉધરસ – મધ સાથે ૧-૧ ચમચી ચૂર્ણ ચાટવું. અથવા ચૂર્ણ મોંમા રાખ્યા કરવું. (૬) ગળાના રોગો – મોંમા ચૂર્ણ રાખવું અથવા મધમાં ચાટતા રહેવું. (૭) ક્ષય – ચૂર્ણ મોંમાં રાખવું અથવા મધ સાથે લેતાં રહેવું. વૈદ્ય નિકુલ પટેલ આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.) અમદાવાદ ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ) સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર) અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર ૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮ સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર) Email : info@lifecareayurveda.com ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો http://www.jsdl.in/DT-1111QEBKV7 નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR Like on https://www.facebook.com/askayurveda Follow on https://www.twitter.com/atharvaherbal આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ http://www.lifecareayurveda.comhttp://www.qa.lifecareayurveda.comhttp://www.hindi.lifecareayurveda.comhttp://www.qa.hindi.lifecareayurveda.comhttp://www.gujarati.lifecareayurveda.comhttp://www.qa.gujarati.lifecareayurveda.com