શરદી, ઉધરસ, તાવ, મંદાગ્નિ, અરુચિ, શૂળ, સ્વરભેદ, મૂર્છા, અને કૃમિ માટે શ્રેષ્ઠ યોજના – સ્વચ્છ – સારી સૂંઠ, મરી અને પીપરનું ચૂર્ણ સમાનભાગે મેળવવાથી ત્રિકટુ ચૂર્ણ બને છે. સેવનવિધિ – ૧/૪ ગ્રામથી ૪ ગ્રામ સુધી માત્રમાં દવસમાં ત્રણ વખત મધમાં લઈ શકાય. આ ચૂર્ણ લાંબા સમય સુધી બગડતું નથી. છતાં જેમ તાજું તેમ વધુ સારું. ઉપયોગ – (૧) શરદી – સવારે, સાંજે અને રાત્રે મધમાં અથવા ગરમ પાણીમાં લેવું. (૨) ઉધરસ – સવારે, રાત્રે, ૨-૨ ગ્રામ મધમાં ચાટવું. (૩) તાવ (ફ્લૂ-કફવાતજ્વર) – સવારે – સાંજે ૨-૨ ગ્રામ મધ સાથે ચાટવું. (૪) મંદાગ્નિ – મધ જૂનો ગોળ છાશ અથવા લીંબુના રસમાં જમ્યા પહેલાં ૧-૧ ચમચી લેવુ. (૫) અરુચિ – મધમાં અથવા લીંબુના રસમાં મીઠું મેળવીને લેવું. મધમાં તેની ગોળી વાળીને ચૂસવી. (૬) શૂળ – છાતી પેટ, પડખાં, સાંધા, કાન વગેરેમાં સણકા આવતા હોય તો દિવસમાં બેત્ર્ણ વખત મધમાં ચાટવું. (૭) સ્વરભેદ – મધમાં વાળેલી ગોળી ચૂસવી. અથવા મધમાં ચાટવું. (૮) કૃમિ – મધ સાથે ૧-૧ ગ્રામ ચટાડવું કે દૂધમાં પિવરાવવું. (૯) મૂર્ચ્છા – નસ્ય આપવું, અથવા નાકે ચૂર્ણ સુંઘાડવું. અથવા ભૂંગળી વડે નાકમાં ચૂર્ણ ફૂંકવું તેમજ આંખમાં સહેજ આંજવું તેથી દરદી ભાનમાં આવી જશે. (નાક કે આંખમાં બળે તો ઘી લગાડવું. અને પાણી છાંટવું.) વૈદ્ય નિકુલ પટેલ આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.) અમદાવાદ ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ) સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર) અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર ૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮ સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર) Email : info@lifecareayurveda.com ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો http://www.jsdl.in/DT-1111QEBKV7 નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR Like on https://www.facebook.com/askayurveda Follow on https://www.twitter.com/atharvaherbal આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ http://www.lifecareayurveda.comhttp://www.qa.lifecareayurveda.comhttp://www.hindi.lifecareayurveda.comhttp://www.qa.hindi.lifecareayurveda.comhttp://www.gujarati.lifecareayurveda.comhttp://www.qa.gujarati.lifecareayurveda.com