આંતરડાનાં ચાંદાં, મોંનાં ચાંદા, સ્વરભેદ, ઉધરસ, રક્તસ્ત્રાવ, જાતીય દૌર્બલ્ય અને આધાશીશી માટે શ્રેષ્ઠ યોજના બજારમાંથી સડેલાં ન હોય તેવાં જેઠીમધનાં સૂકાં મૂળ ખરીદી લાવી, સાફ કરીને બારીક વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. સેવનવિધિ ૧ થી ૪ ગ્રામ ચૂર્ણ, મધ, દૂધ કે પાણીમાં દિવસમાં બે થી ત્રણ વખત લઈ શકાય. ઉપયોગ (1) આંતરડામાં ચાંદા કે મોંમાં ચાંદા – દિવસમાં ત્રણ વખત શક્ય તેટલું વધુ જેઠીમધનું ચૂર્ણ લઈ, સમાનભાગે શતાવરી ચૂર્ણમાં મેળવીને બકરીના દૂધમાં કે ક્ષીરપાક કરીને લેતાં રહેવું, સાથે કેવળ બકરીનું દૂધ અને ઘઉંની થૂલીનો જ આહાર લેવો. મોં આવી ગયું હોય તેમાં મોઢામાં ચૂર્ણ લગાડયા કરવું. તેની મધમાં વાળેલી ગોળી ચૂસવી કે મધમાં ચૂર્ણ ચાટવું. તેમજ પાણી કે દૂધમાં ચૂર્ણ મેળવી કોગળા કરવા. (2) સ્વરભેદ – મધમાં ચૂર્ણ ચાટવું. કોગળા ભરવા અને મધમાં ગોળી વાળી ચૂસ્યા કરવી. (3) ઉધરસ – ગોળી ચૂસવી કે મધમાં ચૂર્ણ ચાટવું. (4) રક્તસ્ત્રાવ – ઘા ઉપર ચૂર્ણ દબાવી પાટો બાંધવો. ઘસાયું હોય તે ઉપર ઘી કે મધ સાથે જેઠીમધ લગાડવું. (5) નસકોરી – મધ, ઘી કે દૂધમાં મેળવી નાકમાં ટીપાં નાખવાં. (6) જાતીય દૌર્બલ્ય – દૂધમાં કે ઘીમાં રોજ સેવન કરવું. (7) આધાશીશી – હેડકી – મધમાં મેળવીને નાકમાં ટીપાં પાડવાં. નોંધ – જીવનીય, ત્રિદોષશામક, ચક્ષુષ્ય, કેશ્ય, વર્ણ્ય, સ્વર્ય, બલ્ય, બૃહણં અને વૃષ્ય હોવાથી તેનું રોજ સેવન હિતાવહ છે. વધુ માહિતી માટે વૈદ્ય નિકુલ પટેલ આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.) અમદાવાદ ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ) સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર) અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર ૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮ સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર) Email : info@lifecareayurveda.com ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો http://www.jsdl.in/DT-1111QEBKV7 નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR Like on https://www.facebook.com/askayurveda Follow on https://www.twitter.com/atharvaherbal આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ http://www.lifecareayurveda.com http://www.qa.lifecareayurveda.com http://www.hindi.lifecareayurveda.com http://www.qa.hindi.lifecareayurveda.com http://www.gujarati.lifecareayurveda.com http://www.qa.gujarati.lifecareayurveda.com