જળ એ જ જીવન છે, અને તે જીવન ટકાવવા માટે અતિ અનિવાર્ય છે. પાણી કેટલું પીવું? ક્યારે પીવું? કેવું પીવું? આ જાણવું પણ આવશ્યક છે. પાણી વધારે પડતું ન પીવું, કે બિલકુલ ઓછું પણ ન પીવું. ભગવાને આપણને તૃષા એ પાણીની આવશ્યકતાનો ખ્યાલ આવે તેટલા માટે જ આપી છે.પાણી શીતળ છે તેથી ગરમીની ઋતુમાં, ગરમ પ્રકૃતિવાળાને અને ગરમીના રોગોમાં પાણી એ વધારે લાભદાયી છે.જમ્યા પહેલાં કે જમ્યાં પછી તરત જ વધારે પાણી પીવાથી જઠરાગ્નિ મંદ થાય છે જમતાં જમતાં વચ્ચે પાણી પીવું એ ખૂબ જ ગુણકારી છે. પરિશ્રમ પછી કે વ્યાયામ બાદ તરત જ ખાલી પેટ પાણી ન પીવું. શરદી, તાવ, સોજા, જલોદર, વધારે પડતો પેશાબ આવતો હોય, મંદાગ્નિમાં વધારે પાણી ન પીવું. અશુદ્ધ, એઠું, બંધિયાર, વાસી કે અતિશય ઠંડુ પાણી ન પીવું. માંદગીમાં ઉકાળીને હલકું કરેલું પાણી પીવું. ખાસ કરીને શરદ ઋતુમાં અને વસંત ઋતુમાં ઉકાળેલું પાણી પીવાથી આરોગ્ય જળવાઇ રહે છે. સવારે ઉઠીને નરણાં કોઠે પીવામાં આવતું વધારે પડતું પાણી એ પેટ સાફ લાવવાની સાથે પાચકરસો ને ધોઇ નાંખે છે અને મેદ, સોજા વધારે છે. તરસ નો વેગ રોકવો નહિં. વધુ માહિતી માટે સંપર્ક કરો.. વૈદ્ય નિકુલ પટેલ આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)અમદાવાદ ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર) અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)Email : info@lifecareayurveda.com ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરોhttp://www.jsdl.in/DT-1111QEBKV7 નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટેWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં ORLike on https://www.facebook.com/askayurvedaFollow on https://www.twitter.com/atharvaherbal આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સhttp://www.lifecareayurveda.comhttp://www.qa.lifecareayurveda.comhttp://www.hindi.lifecareayurveda.comhttp://www.qa.hindi.lifecareayurveda.comhttp://www.gujarati.lifecareayurveda.comhttp://www.qa.gujarati.lifecareayurveda.com