અજીર્ણ - હરડેનું તાજું ચૂર્ણ એક ચમચી સવારે - રાત્રે પાણી સાથે લેવું અતિસાર - મળનું અતિસરણ એટલે ઝાડા .ખોરાક બંધ કરી , ખોરાક માં કેવળ છાશ લઈ, એક ચમચી સૂંઠનું ચૂર્ણ બે-બે કલાકે છાશમાં મેળવીને લેતાં રહેવું એમાં જીરું પણ ઊમેરી શકાય. અનિંદ્રા - ભેંશનાં દૂધમાં ગંઠોડા –(પીપરીમૂળ)નું ચૂર્ણ ૧ ચમચી રોજ રાત્રે લેવું. અમ્લપિત - એસિડિટી નામે પ્રચલિત આ રોગમાં રૉજ સવારે ને રાત્રે એક એક ચમચી આમળાનું ચૂર્ણ પાણી સાથે લેવું . અને તીખું, તળેલું, વાસી, મેંદાનું, આથેલું બંધ કરવું. અરુચિ - ભૂખ ન લાગતી હોય તો સિંધવ નાખેલી બિજોરાની ચટણી રોજ ખાવી અથવા આદુંના ટુકડા કરીને લિંબુ અને સિંધાલુણ નાંખીને જમ્યા પહેલા ખાવું. અલસક – જૂની કબજિયાત - જેમાં મળ આળસ કરી ને આંતરડામાં ભરાઈ રહેતો હોય ત્યારે તેને અલસક કહે છે. તેને કાયમી કબજિયાત પણ કહી શકાય. આવા દર્દી એ ખોરાક માં લસણ વધુમાં વધું લેવું. અસ્થિભંગ - હાંડકું ભાંગ્યું હોય ત્યારે, હાડ – વૈધની સારવાર બાદ, લાક્ષાદિગૂગળ અથવા આભાદિ ગુગળની ૨-૨ ગોળી સવારે – રાત્રે ચાવીને લેવી અને લાક્ષાદિ તેલની માલિશ કરવી. આમવાત - નાનાં સાંધામાં સોજા સાથે સખત દુઃખાવો સવારે વધુ થતો હોય તેવા આમવાત (રૂમેટિઝમ)માં સૂંઠના ઊકાળામાં દિવેલ –મેળવીને લેવું અને સોજા ઉપર સૂંઠ-ગૂગળનો લેપ કરવો. આર્તવદોષ – માસિક બરાબર ન આવવું, મોડું આવવું કે થોડું આવવું આ પ્રકારના માસિક ને લગતા સ્ત્રીઓના રોગોમાં કુમારી આસવ એક – એક મોટો ચમચો એટલે કે ૨૦ મિલિ સવારે – સાંજે ગરમ પાણીમાં મેળવીને લેવો. બહારના નાસ્તા બંધ કરીને. સમયસર ઊંઘ લેવી. આંચકી - શુધ્ધ ટંકણખાર ૧થી ૨ ગ્રામ ગરમ પાણીમાં કે મધમાં આપવો. આંજણી - રસવંતી (રસાંજન) નો જાડો લેપ આંખો કે આંજણી ઊપર કરવો અને રોજરાત્રે ત્રિફ્ળા ચૂર્ણ લેવું. ઊદરશૂળ - પેટના દુખાવામાં શિવાક્ષાર ચૂર્ણ ૨ થી૪ ગ્રામ ગરમ પાણી સાથે દિવસમાં બે – ત્રણ વખત આપવું. પેટ ઊપર શેક કરવો. અથવા અજમો અને સંચળ ને ભેગું કરીને લેવું અને હળવો ખોરાક લેવો. ઉધરસ - ભોરીંગણીનો ઊકાળો બનાવીને ત્યારબાદ ઠરે ત્યારે મધ મેળવીને પીવાનું રાખવું. ઊનવા - ઘી, સાકર અને એલચીના ચૂર્ણ સાથે ચંદ્રકલા રસ એક ગોળી દિવસમાં ત્રણ – ચાર વખત ચટાડવો. જેથી પેશાબમાં થતી બળતરાં – ઊનવામાં ફાયદો થશે. ઊરઃક્ષત - છાતીમાં ચાંદું પડવાથી કફ સાથે લોહી પડતું હોય અને છાતીમાં દુખતું હોય તેમાં પીપળાની લાખનું ચૂર્ણ દિવસમાં બે –ત્રણ વખત મધમાં ચટાડવું. ઊલટી - ક્પૂરકાચલીનું ચૂર્ણ ખૂબ થોડી માત્રામાં વારંવાર જીભ ઊપર લગાડ્યા કરવું. કબજિયાત - હરડેનું ચૂર્ણ યોગ્ય માત્રામાં રોજ રાત્રે કે વહેલી સવારે હૂંફાળા પાણી સાથે લેવું. 18. કમળો - કુમળા મૂળા ખવરાવવા. કર્ણરોગ – કાનનીબહેરાશ, કાનમાંથી પરુ આવવું, કાનમાંથી અવાજ આવવો, કાનમાં ખંજવાળ આવવી વગેરે કાનના તમામ રોગમાં રોજ રાત્રે સરસવ તેલના ટીંપા કાનમાં નાંખવાં. કાકડા – હળદરનો તાજો પાવડર એક-એક ચમચી મધ સાથે દિવસમાં ત્રણચાર વખત ચટાડવો. હળદરના પાવડરના કોગળા કરવા તથા ગળા બહાર તેનો લેપ કરવો. કૃમિ – કરમિયાં – ચરમિયાંમાં ગળપણ ખાવાનું બંધ કરાવી, વાવડિંગનું ચૂર્ણ મધ સાથે દિવસમાં ત્રણ વખત આપવું. કૃશતા (વજન ઓછું હોવું) - દૂધમાં પકાવેલ અશ્વગંધા ચૂર્ણની (મોટી માત્રામાં) ખીર બનાવીને સવારે – રાત્રે આપવી. તેમાં સ્વાદ માટે જરૂર પ્રમાણે સાકર નાંખવી. કંઠમાળ - કાંચનાર ગૂગળની ત્રણ ત્રણ ગોળી દિવસ માં ત્રણ વખત પાણીમાં લેવી અને તેનો લેપ ગાંઠ ઉપર દિવસે કરવો. કેન્સરની ગાંઠ - વરુણાદિ ક્વાથ સાથે કાંચનાર ગૂગળનો ઉપર પ્રમાણે લેપ કરવો. કોઢ - ચામડીનાં કોઈપણ રોગમાં મંજિષ્ઠાદિ ક્વાથ સાથે ખેરસાર એક-એક ગ્રામ લેવો તથા ખેરસાર લગાડવો. 26. કોલેરા - પુષ્કળ પ્રમાણમાં લીંબુનાં રસ સાથે સંજીવની વટી બે- બે ગોળી આપવી. ક્ષય (ટી.બી.) - બકરીનું દૂધ, માખણ, ઘી, માંસ, વગેરે ખોરાકમાં લેવાં અને તેના યોગ્ય ઔષધો સાથે લેવાં. ખરજવું - લીમડાનાં બાફેલાં પાન બાંધ્યાં કરવાં અને લીમડાનો અર્ધો કપ રસ સવારે – સાંજે લેવો. ખીલ - લોધર, ધાણા, સરસવ અને વજનો લેપ લીમડાના રસમાં દિવસે કરવો. ખૂજલી - સરસવ તેલની માલિશ કરવી અને તમામ ખટાશ બંધ કરવી. ગ્રહણી - કેવળ છાશ ઊપર રહીને (છાશ વટી કરીને) છાશ સાથે પંચામૃત પર્પટી અર્ધો ગ્રામ સવારે - સાંજે લેવી. ગાંડપણ - જૂનાં ઘીમાં પકાવેલ બ્રાહ્મીઘૃત આપવું ને ખોરાકમાં ગાયનું ખૂબ જૂનું ઘી આપવું. ગૂમડાં - લીમડાનાં સૂકાં પાન બાળી, તેની રાખ લીંબોળીનાં તેલમાં મિક્સ કરીને લગાડવી, લીમડાનો રસ પણ પીવડાવવો. ગેસ - શિવાક્ષાર પાચન ચૂર્ણ ૨ થી ૪ ગ્રામ પાણી સાથે દિવસમાં બે વખત લેવું. ગોળો - તલતેલમાં પકાવેલું લસણ ખાવા આપવું. પેટ પર દિવેલ ચોળી, વરાળીયો શેક કરવો. ચામડીના રોગ – ચામડીના તમામ રોગોમાં લીમડો ઊકાળીને સ્નાન કરવું અને મંજિષ્ઠાદિ ક્વાથ પીવાનો રાખવો. વૈદ્ય નિકુલ પટેલ આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)અમદાવાદ ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર) અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)Email : info@lifecareayurveda.com ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરોhttp://www.jsdl.in/DT-1111QEBKV7 નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટેWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં ORLike on https://www.facebook.com/askayurvedaFollow on https://www.twitter.com/atharvaherbal આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સhttp://www.lifecareayurveda.comhttp://www.qa.lifecareayurveda.comhttp://www.hindi.lifecareayurveda.comhttp://www.qa.hindi.lifecareayurveda.comhttp://www.gujarati.lifecareayurveda.comhttp://www.qa.gujarati.lifecareayurveda.com