સોપારી પચવામાં ભારે, ઠંડી, રુક્ષ અને તુરી છે. જુની અને પાકેલી સોપારી કફ અને પીત્ત દુર કરે છે. સોપારી કામોત્તેજક છે, તેમ જ પેશાબની વીકૃતીમાં લાભકારક છે. શેકેલી સોપારી ત્રણે દોષ દુર કરે છે. ચીકણી સોપારીનું દોઢ ગ્રામ ચુર્ણ સવારે મઠામાં કે કાંજીમાં લેવાથી હોજરીમાં ભરાઈ રહેલો વાયુ મટે છે. સોપારીના ચુર્ણ વડે પકાવેલા તેલની માલીસ કરવાથી કટીવાત (બૅકપેઈન) મટે છે. ખાવામાં સોપારીની માત્રા ૧/૨ થી ૧ ગ્રામ જેટલી જ હોવી જોઈએ. કૃમી રોગમાં થોડી વધુ લઈ શકાય. કૃમી થયા હોય તો સોપારીનો ભુકો ગરમ પાણી સાથે દીવસમાં ત્રણ-ચાર વાર લેવો. વધુ પડતી સોપારી ખાવાથી ઉધરસ થાય છે, લકવો કે મોંનું કેન્સર પણ થઈ શકે છે. ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ