સર્વાંગસોજા એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી કરીયાતું અને અડધી ચમચી સુંઠનો ભુકો નાખી ઉકાળી અડધા કપ જેટલું બાકી રહે ત્યારે ઉતારી ઠંડું પાડી પી જવું. સવાર-સાંજ આ ઉકાળો તાજો જ બનાવી પીવો. એ મૃદુ વીરેચક, જંતુઘ્ન અને પાચક હોવાથી સર્વાંગ સોજા, ગળાનો અને શ્વાસનળીનો સોજો તથા કફના રોગોમાં ખુબ ફાયદો કરે છે.

આખા શરીરે સોજા આવ્યા હોય, જળોદર થયું હોય, તો સવાર-સાંજ જમ્યા પછી દોઢ કલાકે પાણી સાથે અથવા સહેજ ગરમ દુધ સાથે અડધીથી એક ચમચી હરડેનું ચુર્ણ ફાકી જવાથી થોડા દીવસમાં ફાયદો જણાવા લાગે છે અને છેવટે મટી જાય છે. આ ઉપચાર વખતે માત્ર દુધ પર રહેવું.
ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ