આમલીના પાનનો રસ સાકર સાથે લેવાથી સંગ્રહણી મટે છે.

દાડમના દાણાનો રસ કાઢી, તેમાં જાયફળ, લવીંગ અને સુંઠનું થોડું ચુર્ણ તેમજ મધ મેળવી પીવાથી સંગ્રહણી મટે છે.

સુકા દાડમની છાલ ઘસી, પાણી મેળવી પીવાથી સંગ્રહણી મટે છે.

સુંઠ અને જીરુ સાથે બાફેલાં ગાજર ખાવાથી સંગ્રહણી મટે છે.

સુંઠની ભુકી પાણી સાથે ચટણી માફક પીસી, ઘીમાં તળી, તેને ઘી સાથે ખાવાથી વાયુ નાશ પામે છે અને સંગ્રહણી મટે છે.

એક હળવો જુલાબ લઈ ૧૫-૨૦ દીવસ માત્ર કેરીના રસ પર રહેવાથી સંગ્રહણી, પ્રવાહીકા અને પેટના રોગો મટે છે.

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ