દેવોનો પ્રદેશ એટલે હિમાચલ પ્રદેશ - હિમાલય પ્રદેશમાં થતું આ દેવોની જેમ જ ભદ્ર જણાતું, દેવોની ઊંચાઇની જેમ ૨૦૦-૨૫૦ ફૂટ ની ઊંચાઇ સુધી પહોંચનાર આ દેવદાર એ દિવ્ય છે.ભદ્રદારું એ તેની કલ્યાણકારકતા - શ્રેષ્ઠતાનો નિર્દેશ કરે છે. શંકુ આકારનું ઉપરથી દેખાતું આ ૨૦૦-૨૫૦ ફૂટ ઊંચું વૃક્ષ એ ભવ્ય અને સુંદર દેખાય છે. ત્રીસ - ચાલીસ વર્ષનું થાય તે પછી તો તેને ફલ આવે છે. સો- બસો વર્ષ સુધીનું આયુષ્ય ધરાવતું આ દેવદારનું વૃક્ષ જેમ જૂનું થાય તેમ વધુ ને વધુ મજબૂત બનાવે છે. તેલથી ભરપૂર હોવાથી તેનું લાકડું લીસું અને ચમકદાર જણાય છે. વળી સુગંધીદાર તેલ તેમાં હોવાથી તે વધારે આહ્લાદક જણાય છે. દેવદારનો ઉપયોગ અલગ - અલગ રીતે થાય છે. પ્રાય તે યજ્ઞ, હોમ, હવનમાં સમીધ તરીકે વપરાય છે તો તેનું મજબૂત લાકડું એ ધનવાન લોકોના ફર્નિચરની શોભા વધારે છે. તેમાંથી નિકળતા ટર્પેન્ટાઇન તેલ નો ઉપયોગ તો કલરકામથી લઇને અગણિત છે. વળી ધૂપ કરવાથી વાતાવરણને સુગંધિત બનાવનાર છે. આમ તેના ઉપયોગ જોઇએ તો પણ અતિમૂલ્યવાન દેવદાર એ વધુને વધુ ઉછેરવા યોગ્ય છે. જંગલોમાં તે સદીઓથી સચવાયેલું છે પન ભૌતિકતાનાં ભરડામાં કપાતાં જંગલોમાં તેની સંખ્યા દિન-પ્રતિદિન ઘટતી જાય છે તે આપણાં માટે એક દુઃખદ સમાચાર છે. સરકાર પણ જો તેનો કોમર્શીયલ વિચાર કરીને વાવેતર કરવાનું શરૂ કરે તો આજે નહીં પણ સો- બસ્સો વર્ષ પછીની આપણી ચોથી-પાંચમી પેઢીમાં જો સંસ્કાર બચ્યા હશે તો અવશ્ય આશીર્વાદ આપશે - યાદ કરશે. પણ આજનું જ વિચારનારાં એ ભૂલી જાય છે કે જે આંબાની કેરી આજે ખાઇ રહ્યાં છીએ તે આંબો આપણે વાવ્યો જ નથી. Cedrus Deodara ના લેટિન નામવાળું આ સંપૂર્ણ ભારતીય વૃક્ષ તેના ઔષધિય ગુણને કારણે વૈદ્યોનું હંમેશા પ્રિય જ રહ્યું છે. વાયુનો નાશ કરનાર, સ્તન્ય (ધાવણના દોષોને દૂર કરનાર) શોધન કર્મ ને કારણે ખાસ કરીને સુવાવડી સ્ત્રીઓ માટે એ એક આશીર્વાદ સ્વરૂપ જ છે. લઘું ( હલકું) અને સ્નિગ્ધ ગુણ અને સ્વાદમાં કડવું દેવદારની મોટાભાગે છાલનો જ ઉપયોગ થાય છે. તે સ્વભાવે ઊષ્ણ છે અને પચવામાં તીખું છે. વિવિધ કર્મોનો વિચાર કરીએ તો તે સોજા મટાદનાર, વેદના-સ્થાપક, વેદના દૂર કરનાર, કુષ્ઠઘ્ન - ચામડીના રોગોને દૂર કરનાર, કફ શામક, વ્રણરોપણ, કૃમિનો નાશ કરનાર, હ્રદયને ઉત્તેજીત કરનાર તેમજ સુગંધિ હોવાને કારણે કફને બહાર કાઢનાર અને કફની દુર્ગંધને દૂર કરનાર.દેવદારૂં એ લેખન કર્મ કરનાર હોઇ સ્થૌલ્યના રોગોમાં પણ એક અક્સીર ઔષધ તરીકે વાપરી શકાય તેમ છે.તેનો કુષ્ઠઘ્ન ગુણ એ વિવિધ પ્રકારના ત્વક્ વિકારને દૂર કરનાર છે અને સ્વેદજનન તરીકે પણ ઉપયોગી હોવાથી જ્વરાદિ અવસ્થામાં તેનું બાહ્ય - આભ્યંતર ઉપયોગ કરવામાં આવે છે.ઉપયોગ - ૧. ઉરુસ્તંભ પર - દેવદારને ઘસીને તેનો ગરમ લેપ કરવો.૨. કફજ ગલગંડ ઉપર - દેવદાર અને ઇન્દ્રવારુણી ના મૂળ પાણીમાં વાટીને લેપ કરવો.૩. સુવાવડી સ્ત્રી માટે - દેવદાર, તજ, કઠ, પીપર, સૂંઠ, કાયફળ, નાગરમોથ, કરિયાતું, કડુ, ધાણા, હરડે, ગજપીપર, ભોરીંગણી, ગોખરું. ધમાસો, અતિવિષ, ગળો,બીલી, શાહજીરૂં આ બધાનો ઉકાળો કરીને સુવાવડી સ્ત્રીને ખવડાવવાથી શૂળ (વેદના), શ્વાસ, ઉધરસ, તાવ, કફ, તરસ, અતિસાર, ઉલ્ટી, વગેરેમાં ફાયદો થાય છે.૪. સ્થૌલ્ય - દેવદાર એ લેખન કર્મ કરે છે તેથી સ્થૂળતા મટાડવા માટે - વજન ઘટાડવા - વધારાની ચરબી દૂર કરવા માટે દેવદારની છાલનો ઉકાળો પીવા તથા દેવદારના બારિક ચૂર્ણનું ઉદ્વર્તન કરવાથી સ્થૂળતા ઓછી થાય છે. સાથે સાથે પથ્યપાલન તેટલું જ આવશ્યક છે.૫. જવર - પરસેવો લાવનાર - સ્વેદજનન કર્મને લીધે તે તાપમાન ઘટાડે છે. દેવદારને લસોટીને તેનો આખા શરીરે લેપ કરવાથી તથા ઉકાળી પીવાથી તરત જ પરસેવો છૂટવા લાગે છે અને પરસેવો થવાને કારણે તીવ્ર સંતાપમાં રાહત થવા લાગે છે. વળી તે આમપાચન કરનાર હોવાથી જ્વરને મટાડવામાં પણ લાભદાયી છે. વૈદ્ય નિકુલ પટેલ આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)અમદાવાદ ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર) અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)Email : info@lifecareayurveda.com ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરોhttp://www.jsdl.in/DT-1111QEBKV7 નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટેWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં ORLike on https://www.facebook.com/askayurvedaFollow on https://www.twitter.com/atharvaherbal આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સhttp://www.lifecareayurveda.comhttp://www.qa.lifecareayurveda.comhttp://www.hindi.lifecareayurveda.comhttp://www.qa.hindi.lifecareayurveda.comhttp://www.gujarati.lifecareayurveda.comhttp://www.qa.gujarati.lifecareayurveda.com