સીઝન બદલાય ત્યારે એની અસર સ્કિન પર પણ પડતી હોય છે. અહીં સ્કિન કેર માટેની સિમ્પલ ટિપ્સ જાણીએ. શક્ય હોય ત્યાં સુધી ઓછો મેક-અપ કરો. કન્સિલર્સ, ફાઉન્ડેશન્સ અને બ્લશર્સના લેયર્સથી તમારી સ્કિનને રુંધી ન નાંખો. ખૂબ જ પાણી અને ફ્રૂટ જ્યુસીસ પીને તમારા શરીરમાંથી ઝેરી તત્વોને કાઢી નાંખો.. પૂરતી ઊંઘ લો. સ્ટ્રેસ ઘટાડવો જરૂરી છે. જેના માટે પ્રાણાયામ કરતા રહો. . રેગ્યુલરલી એક્સરસાઇઝ કરવી જરૂરી છે. કેમ કે, એનાથી તમારા સ્કિનને પૂરતા પ્રમાણમાં લોહી અને ઓક્સિજન પહોંચશે. . હંમેશા સનસ્ક્રીન લગાવીને જ તડકામાં નીકળો. તમારી સ્કિનને મોઇશ્ચરાઇઝ કરતા રહો. તમારા બોડી માટે ઓઇલ મસાજ ગ્રેટ રહે છે. તમે ખૂબ જ થાકી ગયા હોય ત્યારે મસાજ કરાવો. તમારું કિચન બ્યૂટી ટ્રીટમેન્ટ્સ માટેનું બેસ્ટ સ્થળ છે. ઓરેન્જ, સફરજન કે સ્ટ્રોબરી જેવા કોઈ પણ એસિડિક ફળના પલ્પને ચહેરા પર લગાવો. એનાથી સ્કિન ઇમ્પ્રૂવ થશે. સ્ત્રોત :નવગુજરાત સમય