કૃશતા, અશકિત, જાતીય દૌર્બલ્ય, કટિશૂળ, માનસરોગ વગેરે માટે શ્રેષ્ઠ યોજના કિરાણા ભંડારમાંથી, ગાંધીને ત્યાંથી કે વગડામાંથી સારાં –સાચાં અશ્વગંધાના મૂળ લાવી ખાંડવાં. સેવનવિધિ વસ્ત્રગાળ ચૂર્ણ કાચની બંધ બાટલીમાં રાખવું. ત્રણ મહિના પૂરતું જ તૈયાર કરવું આ ચૂર્ણ ૧ થી ૧૦ ગ્રામ સુધી દિવસમાં બે વખત દૂધમાં કે પાણીમાં લેવું. અર્જુનચૂર્ણ પેઠે આ ચૂર્ણનો ‘અશ્વગંધા ક્ષીરપાક’ બનાવી શકાય, ઉપરાંત કોઈપણ વાનગીરૂપે પણ લઈ શકાય. ઉપયોગ અશકિત – શારીરિક નબળાઈમાં ૧-૧ ચમચી દૂધમાં સવારે સાંજે લેતાં રહેવું જાતીય દૌર્બલ્ય – નપુંસક્તા, શીઘ્રપતન શિથિલતા, સ્વપ્નદોષ, વગેરે જાતીય તકલીફોમાં સવાર –સાંજે દૂધ સાથે કે પાણી સાથે ૧-૧ ચમચી લેવું કટિશૂળ – એક ચમચી ચૂર્ણ સાથે સૂંઠનું કે અજમોદાદિનું ચૂર્ણ મેળવી સવારે –સાંજે પાણીમાં લેવું. માનસરોગ – વાઈ, હિસ્ટીરિયા, બુધ્ધિમાદ્ય વગેરેમાં રોજ રાત્રે ૧ ચમચી ચૂર્ણ પાણીમાં આપવું. (૬) અનિંદ્રા – ગંઠોડાવાળા દૂધમાં રાત્રે ૧ ચમચી ચૂર્ણ લેવું. નોંધ - આ ચૂર્ણ લો.બી.પી., ચર્મરોગ, અને કૃમિ મટાડે છે. ઉપરાંત રસાયન અને નિર્દોષ હોવાથી કોઈપણ વ્યકિત વિવેકપૂર્વક તેનું સેવન કરી શકે છે. મેદવૃધ્ધિ અને હાઈ.બી.પી.વાળાએ કાયમ ન લેવું. વૈદ્ય નિકુલ પટેલ આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)અમદાવાદ ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર) અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)Email : info@lifecareayurveda.com ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરોhttp://www.jsdl.in/DT-1111QEBKV7 નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટેWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં ORLike on https://www.facebook.com/askayurvedaFollow on https://www.twitter.com/atharvaherbal આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સhttp://www.lifecareayurveda.comhttp://www.qa.lifecareayurveda.comhttp://www.hindi.lifecareayurveda.comhttp://www.qa.hindi.lifecareayurveda.comhttp://www.gujarati.lifecareayurveda.comhttp://www.qa.gujarati.lifecareayurveda.com