અમ્લપિત્ત (ઍસિડિટી), કબજિયાત, શૂળ તથા અજીર્ણ માટે શ્રેષ્ઠ યોજના – સૂંઠ, મરી, લીંડીપીપર, ત્રિફળા, નાગરમોથ, વાવડિંગ, અલચીદોંડા, અને તમાલપત્ર, સમાનભાગે લઈ સાફ કરી ચૂર્ણ કરવું. તે ચૂર્ણમાં તેટલા જ માપે લવિંગનું ચૂર્ણ મેળવવું, પછી તેમાં લવિંગના ચૂર્ણથી બમણું નસોતરનું ચૂર્ણ મેળવવું બધું જ ચૂર્ણ એકઠું મળીને થાય તેટલા માપે તેમાં છેલ્લે સાકરનું ચૂર્ણ મેળવવું. સેવનવિધિ – ઢાંકીને કાચની બાટલીમાં રાખી મૂકેલું આ ચૂર્ણ છ એક માસ સુધી પૂરા ગુણ આપે છે. જમ્યા પહેલાં બંને વખત ૧- ૧ ચમચી ઠંડા પાણીમાં કે દૂધમાં લેવું અથવા રોજ રાત્રે ૧ ચમચી પાણીમાં કે દૂધમાં લેવું. ઉપયોગ – (૧) અમ્લપિત્ત – સવારે – રાત્રે ૧-૧ ચમચી પાણીમાં અથવા દૂધમાં લેવું. (૨) કબજિયાત – હળવા જુલાબ માટે રાત્રે કે સવારે અનુકૂળ માત્રામાં પાણી સાથે લેવું. (૩) શૂળ – પેટમાં બળતરા અને દુખાવો થતો હોય તેમજ ગરમીનું અજીર્ણ (વિદગ્ધાજીર્ણ) રહેતું હોયતો દિવસમાં ત્રણ વખત ૧-૧ ચમચી ઠંડા પાણીમાં લેવું. (૪) પેશાબના રોગો - મૂત્રાવરોધ ઊનવા વગેરેમાં રોજ સવારે –સાંજે ૧-૧ ચમચી પાણી સાથે લેવું. (૫) અજીર્ણ - અરુચિ – ખાસ કરીને ઉનાળામાં અજીર્ણ – અરુચિ હોય તેમાં જમતી વખતે ૧-૧ ચમચી દૂધમાં કે પાણીમાં લેવું. વૈદ્ય નિકુલ પટેલ આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.) અમદાવાદ ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ) સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર) અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર ૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮ સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર) Email : info@lifecareayurveda.com ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો http://www.jsdl.in/DT-1111QEBKV7 નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR Like on https://www.facebook.com/askayurveda Follow on https://www.twitter.com/atharvaherbal આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ http://www.lifecareayurveda.comhttp://www.qa.lifecareayurveda.comhttp://www.hindi.lifecareayurveda.comhttp://www.qa.hindi.lifecareayurveda.comhttp://www.gujarati.lifecareayurveda.comhttp://www.qa.gujarati.lifecareayurveda.com